WhatsApp New Feature: અજાણ્યા નંબર પરથી આવતા વોટ્સએપ (WhatsApp) કોલ આજકાલ લોકોને ભારે પરેશાન કરી રહ્યા છે. તેમાય વિદેશથી આવતા કોલ તો લોકોને ડરાવી દે છે. આ સ્થિતીમાં વોટ્સએપ એક નવું ફીચર લઈને આવ્યું છે. જેની જાહેરાત મેટાના સીઈઓ માર્ક ઝકર્બર્ગે કરી હતી. માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) કહ્યું હતું કે વોટ્સેપમાં એક નવું ફીચર લાવ્યા છીએ જેમાં અજાણ્યા નંબર પરથી આવનાર ફોનને ઓટોમેટિક સાયલન્ટ કરી શકાશે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિચરને વોટ્સએપના પ્રાઈવસી ફીચર તરીકે રજૂ કરાયું છે. લોકોને વારંવાર અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને વ્યક્તિ પરેશાન થઈ જાય છે. આ સ્થિતીમાં વ્યક્તિને આવા ફોનથી છૂટકારો મળશે. આ ફીચરની મદદથી અજાણ્યા નંબર પરથી આવતા ફોનને ઓટોમેટિક રીતે સાયલન્ટ કરી શકાશે. જોકે વ્યક્તિને આ ફોનનું નોટિફિકેશન આવશે. વ્યક્તિ ઈચ્છે તો કોલ લિસ્ટમાંથી તેને જોઈ શકશે.
આ રીતે કામ કરશે નવું ફીચર
- WhatsAppના નવા પ્રાઈવસી ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારી WhatsApp એપ ખોલવી પડશે.
- અહીં સેટિંગમાં જઈ તમે પ્રાઇવસી વિકલ્પ પર ટેપ કરો.
- અહીં તમને નીચેથી ત્રીજા નંબર પર 'કોલ્સ'નું નવું ફીચર જોવા મળશે.
- હવે કોલ્સ ઓપ્શન પર ટેપ કરો અને 'સાઇલેન્સ અનનોન કોલર્સ' ઓપ્શન ઓન કરો.
- આ પછી ફીચર એક્ટિવ થઈ જશે. અને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે ત્યારે જ તમને સૂચના મળશે.
- તમે આ કૉલ્સને કોલ ટેબમાં કોઈપણ સમયે જોઈ શકો છો.