WhatsAppમાં આવ્યું રસપ્રદ ફીચર, પોતાના પસંદના ગ્રુપ સરળ રીતે જોઈન કરી શકાશે

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 06 Jul 2023 03:25 PM (IST)Updated: Thu 06 Jul 2023 03:26 PM (IST)
an-interesting-feature-in-whatsapp-one-can-easily-join-the-group-of-ones-choice-158293

મેટાની ઓનરશિપવાળું લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAPPમાં યૂઝર્સને જલદી ગ્રુપ જોઈન કરવા માટે નવું ફીચર મળશે. એક રિપોર્ટ મુજબ, WhatsAPP એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. Communitiesમાં યૂઝર્સને ગ્રુપનું સજેશન આપશે. આ સાથે જ યૂઝર્સ કોમ્યુનિટી એડમિન્સને ગ્રુપ્સના સજેશન બતાવી શકશે.

એપમાં સજેશન મળ્યા પછી કોમ્યુનિટી એડમિન્સ નક્કી કરશે કે તે ગ્રુપને પોતાની કોમ્યુનિટીનો ભાગ બનાવવા માગે છે કે, નહીં. એકવાર કોઈ ગ્રુપના કોમ્યુનિટીનો ભાગ બન્યા પછી બાકી મેમ્બર્સને પણ તે ગ્રુપ જોઈન કરવાની તક મળશે. આમ સરળતાથી યૂઝર્સ પોતાના પસંદના ગ્રુપ્સ સાથે જોડાઈ જશે અને કોમ્યુનિટીમાં વધારો થશે.

સ્ક્રીનશોટમાં જોવા મળ્યા વોટ્સએપના નવા ફીચર્સ
વોટ્સએપ ફીચર્સ અને અપડેટ્સને મોનીટર કરતી બ્લોગ સાઇડ WABetaInfroએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, વોટ્સએપ તેની કોમ્યુનીટિની વધારે સારી બનાવવા માટે એક નવું ફીચર ગ્રુપ સજેશન્સ પર કામ કરી રહ્યું છે. અત્યારે આ ફીચર ડેવલપમેન્ટ મોડમાં છે અને ગૂગલ પ્લે સ્ટોર પરથી તેને રોલઆઉટ કરવામાં આવેલા વોટ્સએપ બીટા ફોર એન્ડ્રોઈડ વર્ઝન 2.23.14.14 અપડેટમાં તેની ઝલક જોવા મળશે.

પબ્લિકેશન તરફથી શેર કરવામાં આવેલાં સ્ક્રીનશોટ પરથી જાણી શકાય છે કે, ગ્રુપ સજેશન ફઈચર માટે એક નવું સેક્શ મેસેજિંગ એપમાં સામેલ કરવામાં આવશે. આ સેક્શનમાં કોમ્યુનિટી એડમિન્સને કોઈ કોમ્યુનિટી મેમ્બર તરફથી આપવામાં આવેલાં સજેસ્ટ કરાયેલાં ગ્રુપને એક્સેપ્ટ અથવા રિજેક્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવશે. આ રીતે એડમિન કન્ટ્રોલ કરી શકશે કે, કયું ગ્રુપ તેમની કોમ્યુનિટીનો ભાગ બની શકશે કે નહીં.

કોમ્યુનિટી મેમ્બર્સને દેખાશે નવા ગ્રુપ
એડમિન તરફથઈ કોઈ ગ્રુપનું સજેશન એક્સેપ્ટ કર્યા પછી તે ગ્રુપને કોમ્યુનિટીનો ભાગ બનાવવામાં આવશે અને તે ગ્રુપના મેમ્બર્સને કોમ્યુનિટી મેમ્બર્સ બનાવી શકાશે. આ ઉપરાંત કોમ્યુનિટીમાં જોડાનારા યૂઝર્સને નવા ગ્રુપનું સજેશન પણ આપવામાં આવશે. કોમ્યુનિટી મેમ્બર્સ ખુદ નક્કી કરશે કે તે કોમ્યુનિટીમાં સામેલ કરેલા નવા ગ્રુપ્સમાં રહેવા માગે છે કે નહીં. આ ફીચર આગામી કેટલાક અઠવાડિયામાં દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે.