Unimech Aerospace IPO: યુનિમેક એરોસ્પેસનો IPO 23 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો. જે આજે સાંજે બંધ થઈ જશે. ત્યારે આવી સ્થિતિમાં, ઈન્વેસ્ટર્સ પાસે આ IPO પર પૈસા લગાવવાનો છેલ્લો દિવસ છે. કંપનીને રોકાણકારો તરફથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને GMP પણ સારા લિસ્ટિંગનો સંકેત આપી રહ્યો છે. ત્યારે જો તમે અત્યાર સુધીમાં આ IPOમાં પૈસા લગાવ્યા નથી, તો આજે તમારી પાસે છેલ્લી તક છે. જાણો યુનિમેક એરોસ્પેસ આઈપીઓનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.
Unimech Aerospace IPO: પ્રાઇસ બેન્ડ
યુનિમેક એરોસ્પેસ IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 745-785 છે. એક એપ્લિકેશન સાથે ન્યૂનતમ લોટ સાઈઝ 19 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 14,915 રૂપિયા છે.
આ પણ વાંચો
Unimech Aerospace IPO: GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, યુનિમેક એરોસ્પેસનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 745 થી રૂ. 785 સુધીના 610 પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 1395 (77.71%) રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. ગ્રે માર્કેટ એક અનધિકૃત માર્કેટ છે, જ્યાં કંપનીના શેર તેના લિસ્ટિંગ સુધી ટ્રેડ કરે છે.
Unimech Aerospace IPO: મહત્વપૂર્ણ તારીખ
યુનિમેક એરોસ્પેસ IPO સબ્સ્ક્રિપ્શન કરવાનો આજે એટલે કે 26 ડિસેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. શેર એલોટમેન્ટ 27 ડિસેમ્બરના રોજ જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 31 ડિસેમ્બરના રોજ થશે.
નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.