Upcoming IPOs: આગામી સપ્તાહ IPOનો વરસાદ થશે, 8 નવા ઈશ્યુ ખુલશે, રોકાણકારોને મળશે અનેક વિકલ્પ

વિક્રમ સોલાર, જેમ એરોમેટિક્સ અને શ્રીજી શિપિંગ - ત્રણેય 19-21 ઓગસ્ટ દરમિયાન પણ ઉપલબ્ધ થશે અને તેમનું કદ રૂપિયા 400 કરોડથી રૂપિયા 2,000 કરોડ સુધીનું છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 17 Aug 2025 03:30 PM (IST)Updated: Sun 17 Aug 2025 03:30 PM (IST)
upcoming-ipo-8-new-listings-next-week-studio-ipopo-lgt-business-connections-ipo-investors-high-return-potential-586943

New IPOs in India Next Week: જો તમે પણ શેરબજારમાં તમારું નસીબ અજમાવવા માંગતા હોય તો આગામી અઠવાડિયું તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. 18મી ઓગસ્ટથી શરૂ થતા અઠવાડિયામાં રેકોર્ડ 8 નવા IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. તેમાં 5 મોટી કંપની તેમના ઇશ્યૂ મેઇનબોર્ડ પર લાવી રહી છે અને 3 નાના-મધ્યમ ઉદ્યોગો (SME) સેગમેન્ટમાં છે.

આ નવા IPO કયા છે?

પટેલ રિટેલનો IPO 19 થી 21 ઓગસ્ટ સુધી ખુલશે, જેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 237-255 છે અને કંપની લગભગ રૂપિયા 243 કરોડ એકત્રિત કરવા માંગે છે.

વિક્રમ સોલાર, જેમ એરોમેટિક્સ અને શ્રીજી શિપિંગ - ત્રણેય 19-21 ઓગસ્ટ દરમિયાન પણ ઉપલબ્ધ થશે અને તેમનું કદ રૂપિયા 400 કરોડથી રૂપિયા 2,000 કરોડ સુધીનું છે. મંગલ ઇલેક્ટ્રિકલનો IPO 20મી ઓગસ્ટથી ખુલશે અને પ્રાઇસ બેન્ડ રૂપિયા 533-561 છે, જેનું લિસ્ટિંગ 28 ઓગસ્ટે થશે.

SME સેગમેન્ટ પણ પાછળ નથી
આ અઠવાડિયે SME સેગમેન્ટ પણ કમાણીની મોટી તકો લાવી રહ્યું છે. સ્ટુડિયો LSDનો IPO 18 થી 20 ઓગસ્ટ, LGT બિઝનેસ કનેક્શન્સ 19 થી 21 ઓગસ્ટ અને ક્લાસિક ઇલેક્ટ્રોડ્સ 22 થી 26 ઓગસ્ટ સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. આ ત્રણેય કંપનીઓના પ્રાઇસ બેન્ડ અને ઇશ્યૂ કદ અલગ અલગ છે, પરંતુ લિસ્ટિંગ દરમિયાન દરેક પાસે સારું વળતર મેળવવાની તક છે. આ IPO નાના રોકાણકારો માટે આકર્ષક હોઈ શકે છે, કારણ કે SME સેગમેન્ટમાં ઓછી સ્પર્ધા હોવા છતાં નફાની શક્યતા રહે છે.

લિસ્ટિંગનો ધમધમાટ થશે
માત્ર નવા IPO જ નહીં આવતા અઠવાડિયે 8 કંપની પણ શેરબજારમાં લિસ્ટ થશે, જેમાં નુવામા વેલ્થ, બ્લુસ્ટોન જ્વેલરી, રીગલ રિસોર્સિસ જેવી જાણીતી કંપનીઓનો સમાવેશ થાય છે.