Senores Pharmaceuticals IPO Allotment Status: સેનોરસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 20 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો. જે 24 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થયો હતો. આ આઈપીઓને રોકાણકારો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો છે. ત્યારે હવે રોકાણકારોની નજર હવે શેર એલોટમેન્ટ પર છે. આજે એટલે કે 26 ડિસેમ્બરના રોજ સેનોરસ ફાર્માસ્યુટિકલ્સ IPOનું એલોટમેન્ટ થવાનું છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો લેટેસ્ટ GMP અને લિસ્ટિંગની તારીખ સહિતની મહત્વની જાણકારી.
Senores Pharmaceuticals IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, સેનોરસ ફાર્માસ્યુટિકલ્સનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 372 થી રૂ. 391 સુધીના 240 પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 631 રૂપિયા (61.38%)ની કિંમતે લિસ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો
Senores Pharmaceuticals IPO: લિસ્ટિંગ તારીખ
સેનોરસ ફાર્માસ્યુટિકલ્સ IPOનું એલોટમેન્ટ આજે એટલે કે 26 ડિસેમ્બરના રોજ થશે. જ્યારે 30 ડિસેમ્બરના રોજ BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.
આ રીતે ચેક કરો એલોટમેન્ટ સ્ટેટસ
BSE લિંક પર લોગ ઈન કરો – bseindia.com/investors/appli_check.aspx
- ઈસ્યુ ટાઈપ ઓપ્શનમાં Equity સિલેક્ટ કરો
- હવે Senores Pharmaceuticals સિલેક્ટ કરો.
- આપેલી જગ્યામાં એપ્લિકેશન નંબર અથવા પાન કાર્ડની વિગતો દાખલ કરો.
- આ પછી I’m not a robot પર ક્લિક કરો અને Search ઓપ્શન પર ક્લિક કરો.
- Senores Pharmaceuticals IPO એલોટમેન્ટ સ્ટેટસ કમ્પ્યુટર મોનિટર અથવા મોબાઇલ ફોન સ્ક્રીન પર દેખાશે.
નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.