Stock Market Outlook:નવા સપ્તાહમાં શેરબજારમાં થશે ભારે અફરા-તફરીનો માહોલ;આર્થિક આંકડા અને RBIની બેઠક દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે

Stock Market Outlook: ભારતીય શેરબજાર માટે આવતું અઠવાડિયું અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. આર્થિક આંકડા, મધ્યસ્થ બેંકના નિર્ણય અને વિદેશી રોકાણનો પ્રવાહ બજારની આગામી દિશા નક્કી કરશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 29 Nov 2026 03:13 PM (IST)Updated: Sun, 29 Nov 2026 03:13 PM (IST)
stock-market-is-set-to-witness-significant-volatility-in-the-coming-week-economic-data-and-the-rbi-meeting-will-play-a-crucial-role-in-determining-the-direction
stock market today 11 Novemeber 2026

 Stock Market Outlook: ભારતીય શેરબજાર માટે આવતું અઠવાડિયું અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. આર્થિક આંકડા, મધ્યસ્થ બેંકના નિર્ણય અને વિદેશી રોકાણનો પ્રવાહ બજારની આગામી દિશા નક્કી કરશે. 30 નવેમ્બરે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP આંકડા જાહેર કરશે જેની સીધી અસર બજારના સેન્ટિમેન્ટ પર જોવા મળી શકે છે. ત્યારબાદ પહેલી ડિસેમ્બરે PMIની આંકડાકીય માહિતી જાહેર થશે.

મોનેટરી પોલિસી કમિટીની બેઠક

આ અઠવાડિયાની સૌથી મોટી ઘટના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક રહેશે. 2થી 4 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ બેઠકના અંતિમ દિવસે ગવર્નર સંજય મલ્હોત્રા નીતિગત નિર્ણયોની જાહેરાત કરશે.આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહ પર પણ બજારની નજર રહેશે.નવેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારો લેવાલ રહ્યા છે અને 1થી 27 નવેમ્બર દરમિયાન તેમણે ઈક્વિટીમાં લગભગ 1.29 લાખ કરોડ રૂપિયા ઠાલવ્યા છે.

ગયા અઠવાડિયે બજારમાં મોટી વધઘટ

ગયા અઠવાડિયે બજારમાં મોટી વધઘટ જોવા મળી હતી. સપ્તાહના અંતે સેન્સેક્સ 580.45 પોઈન્ટ અથવા 0.69 ટકા ઘટીને 83,339.26 પર અને નિફ્ટી 193.40 પોઈન્ટ અથવા 0.75 ટકા ગગડીને 25,607.20 પર બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં એકંદરે મિશ્ર વલણ રહ્યું છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 184.70 પોઈન્ટ અથવા 0.30 ટકા ઘટીને 61,846.30 પર રહ્યો છે, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 37.70 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 19,481.30 પર બંધ થયો.

કયાં સેક્ટરમાં કેવા ફેરફાર થયા

ગયા અઠવાડિયે નિફ્ટી IT 4.58 ટકા, નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ 3.26 ટકા, નિફ્ટી રિયલ્ટી 2.14 ટકા, નિફ્ટી ફાર્મા 2.07 ટકા, નિફ્ટી હેલ્થકેર 1.65 ટકા, નિફ્ટી એફએમસીજી 1.39 ટકા અને નિફ્ટી સર્વિસિસ 0.14 ટકા ઉછળ્યા હતા. તેનાથી વિપરીત નિફ્ટી મીડિયા 4.62 ટકા, નિફ્ટી PSU બેંક 3.94 ટકા, નિફ્ટી મેટલ 3.20 ટકા, નિફ્ટી કોમોડિટીઝ 2.38 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેંક 2.34 ટકા અને નિફ્ટી ઓટો 2.04 ટકા તૂટ્યા હતા.