Muhurat Trading 15 Years Trend: દિવાળીના દિવસે યોજાતા મુહૂર્ત ટ્રેડિંગને શેરબજારના રોકાણકારો માટે ખાસ માનવામાં આવે છે. ઘણા રોકાણકારો આખા વર્ષ દરમિયાન શેરબજારમાં સક્રિય ન હોવા છતાં મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શુભ શરુઆતના ભાગરુપે ટ્રેડ કરે છે. છેલ્લા 15 વર્ષના આંકડા પર નજર કરીએ તો, મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 12 વખત તેજી જોવા મળી છે. જ્યારે 3 વખત બજાર ઘટાડા સાથે બંધ થયું છે. આ 15 વર્ષ દરમિયાન ભારતીય શેરબજારે ખૂબ લાંબી સફર ખેડી છે. સેન્સેક્સ લગભગ 17 હજારના સ્તરથી વધીને 81 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે માત્ર 3 વખત બજાર ઘટાડા સાથે બંધ થયું છે.
15 વર્ષમાં સેન્સેક્સ 17 હજારથી વધીને 81 હજારને પાર
છેલ્લા 15 વર્ષ દરમિયાન ભારતીય શેરબજારે અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. વૈશ્વિક આર્થિક સંકટ, કોરોના મહામારી, મોંઘવારી, વ્યાજદરના ફેરફાર, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી અને રશિયા-યુક્રેન જેવી ઘટનાઓની બજાર પર અસર થઈ હતી. આટલા પડકારો છતાં સેન્સેક્સમાં લાંબા ગાળે મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2011માં સેન્સેક્સ 17,288.83ના સ્તરે હતો, જે વધીને 81 હજારને પાર પહોંચ્યો છે. એટલે કે આ સમયગાળામાં સેન્સેક્સનું સ્તર લગભગ પાંચ ગણું થયું છે.
જો મુહૂર્ત ટ્રેડિંગના બંધ ભાવી સરખામણી કરીએ તો, ઓક્ટોબર 2011માં સેન્સેક્સ 17,288,83 પર બંધ થયો હતો. જ્યારે ગયા વર્ષના મુહૂર્ત ટ્રેડિંગમાં તે 84,426,34ના સ્તરે બંધ થયો હતો. આમ, આ સમયગાળામાં સેન્સેક્સમાં 388 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. બીજી તરફ નિફ્ટી પણ ઓક્ટોબર 2011ના 5,201.80ના સ્તરથી વધીને ગયા વર્ષના મુહૂર્ત ટ્રેડિંગમાં 25,868.60 પર બંધ થયો હતો. એટલે કે નિફ્ટીમાં 397 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
અત્યારે શું છે માર્કેટની સ્થિત?
ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગના ક્લોઝિંગની સરખામણીએ સેન્સેક્સ અને નિફ્ટી હાલમાં ઘણો નીચે છે. દિવાળીને એક કારોબારી દિવસ પહેલાં 6 નવેમ્બરે ધનતેરસના દિવસે નિફ્ટી 493.75 પોઈન્ટ્સ એટલે કે, 2.91 ટકાના વધારા સાથે 25.030.35 અને સેન્સેક્સ 2.17 ટકાના ઉછાળા સાથે 81.028.02 પર બંધ થયો હતો. જોકે, આ વધારા છતાં ગયા વર્ષના મુહૂર્ત ટ્રેડિંગના બંધ ભાવની સરખામણીમાં નિફ્ટી 3 ટકાથી વધુ અને સેન્સેક્સ 4 ટકાથી વધુ નીચા સ્તરે છે. છેલ્લા સતત સાત ટ્રેડિંગ સેશન દરમિયાન બંને મુખ્ય સૂચકાંકોમાં 10 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હોવાનું જણાવાયું છે.
મુહૂર્ત ટ્રેડિંગ: છેલ્લા 15 વર્ષમાં શેરબજારની ચાલ
વર્ષ | મુહૂર્ત ટ્રેડિંગની તારીખ | નિફ્ટી બદલાવ | નિફ્ટી ક્લોઝિંગ | સેન્સેક્સ બદલાવ | સેન્સેક્સ ક્લોઝિંગ |
|---|---|---|---|---|---|
2025 | 21 ઓક્ટોબર (મંગળવાર) | +0.10% | 25,868.60 | +0.07% | 84,426.34 |
2024 | 1 નવેમ્બર (શુક્રવાર) | +0.41% | 24,304.35 | +0.42% | 79,724.12 |
2023 | 12 નવેમ્બર (રવિવાર) | +0.52% | 19,525.55 | +0.55% | 65,259.45 |
2022 | 24 ઓક્ટોબર (સોમવાર) | +0.88% | 17,730.75 | +0.88% | 59,831.66 |
2021 | 4 નવેમ્બર (ગુરુવાર) | +0.49% | 17,916.80 | +0.49% | 60,067.62 |
2020 | 14 નવેમ્બર (શનિવાર) | +0.47% | 12,780.25 | +0.45% | 43,637.98 |
2019 | 27 ઓક્ટોબર (રવિવાર) | +0.37% | 11,627.15 | +0.49% | 39,250.20 |
2018 | 7 નવેમ્બર (બુધવાર) | +0.65% | 10,598.40 | +0.70% | 35,237.68 |
2017 | 19 ઓક્ટોબર (ગુરુવાર) | -0.63% | 10,146.55 | -0.59% | 32,389.96 |
2016 | 30 ઓક્ટોબર (રવિવાર) | -0.14% | 8,625.70 | -0.04% | 27,930.21 |
2015 | 11 નવેમ્બર (બુધવાર) | +0.53% | 7,825.00 | +0.48% | 25,866.95 |
2014 | 23 ઓક્ટોબર (ગુરુવાર) | +0.23% | 8,014.55 | +0.23% | 26,851.05 |
2013 | 3 નવેમ્બર (રવિવાર) | +0.16% | 6,317.35 | +0.20% | 21,239.36 |
2012 | 13 નવેમ્બર (મંગળવાર) | -0.29% | 5,666.95 | -0.27% | 18,618.87 |
2011 | 26 ઓક્ટોબર (બુધવાર) | +0.19% | 5,201.80 | +0.19% | 17,288.83 |
