IPO In New Week:નવા સપ્તાહમાં ખુલી રહ્યા છે 5 કંપનીના પબ્લિક ઈશ્યૂ, જાણો પ્રાઇસ બેન્ડ અને રોકાણની આ માહિતી

શેરબજારના પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહે રોકાણકારો માટે કમાણીની શાનદાર તક આવી રહી છે. આ સપ્તાહે કુલ 5 કંપનીના IPO ખુલવા જઈ રહ્યા છે, જે પૈકી 3 મેઈનબોર્ડ અને 2 SME સેગમેન્ટની કંપની સામેલ છે. આ તમામ ઈશ્યૂની મહત્વની વિગતો જોઈએ.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 29 Nov 2026 02:56 PM (IST)Updated: Sun, 29 Nov 2026 02:56 PM (IST)
ipo-in-the-new-week-public-issues-from-5-companies-are-opening-this-week-check-the-price-bands-and-investment-details
bonfiglioli-imaging-india-ipo-1792038352632.webp

IPO In New Week:શેરબજારના પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહે રોકાણકારો માટે કમાણીની શાનદાર તક આવી રહી છે. આ સપ્તાહે કુલ 5 કંપનીના IPO ખુલવા જઈ રહ્યા છે, જે પૈકી 3 મેઈનબોર્ડ અને 2 SME સેગમેન્ટની કંપની સામેલ છે. આ તમામ ઈશ્યૂની મહત્વની વિગતો જોઈએ.

માતંગી રબર (Matangi Rubber IPO)

1 થી 3 ડિસેમ્બર દરમિયાન ખુલનારા આ રૂપિયા 125.16 કરોડના ઈશ્યૂમાં ફ્રેશ શેર અને ઓફર ફોર સેલ (OFS) બંને સામેલ છે. કંપનીએ રૂપિયા 163 થી રૂપિયા 172 પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. એક લોટમાં 87 શેર હોવાથી લઘુત્તમ રૂપિયા 14,964 નું રોકાણ કરવું પડશે.

એ જે પેકેજિંગ (A J Packaging IPO)

આ રૂપિયા 54 કરોડનો IPO પણ 1 થી 3 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. તેમાં 27.50 લાખ ફ્રેશ શેર અને રૂપિયા 4.50 કરોડના શેરનો OFS સામેલ છે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 175 થી રૂપિયા 180 પ્રતિ શેર રાખવામાં આવી છે.

મોનોમાર્ક એન્જિનિયરિંગ ઈન્ડિયા (Monomark Engineering India IPO)

2 થી 4 ડિસેમ્બર દરમિયાન ખુલનારો રૂપિયા 175.50 કરોડનો આ ઈશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ શેર આધારિત છે. રૂપિયા 60 થી રૂપિયા 65 ની પ્રાઇસ બેન્ડ ધરાવતા આ IPO ના એક લોટમાં 225 શેર છે, જેના માટે ઓછામાં ઓછા ₹14,625 નું રોકાણ જરૂરી છે.

સ્વરા બેબી પ્રોડક્ટ્સ (Swara Baby Products IPO)

સપ્તાહનો આ સૌથી મોટો રૂપિયા 799.88 કરોડનો ઈશ્યૂ 2 થી 4 ડિસેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રૂપિયા 105 થી રૂપિયા 111 ની પ્રાઇસ બેન્ડ ધરાવતા આ IPO માં 4.50 કરોડ ફ્રેશ શેર અને 2.70 કરોડ શેરનો OFS સામેલ છે.

વિશ્વાસ રિફોઈલ્સ એન્ડ કન્ઝ્યુમર (Vishwas Refoils & Consumer IPO)

3 થી 7 ડિસેમ્બર દરમિયાન ખુલનારો રૂપિયા 25.78 કરોડનો આ ઈશ્યૂ સંપૂર્ણ ફ્રેશ શેર પર આધારિત છે. કંપનીએ રૂપિયા 85 થી રૂપિયા 90 પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ અને 1600 શેરનો લોટ નક્કી કર્યો છે.