Upcoming IPO Next Week: ભારતીય પ્રાઈમરી માર્કેટ માટે આગામી સપ્તાહ મહત્વનું છે. પ્રાઈમરી માર્કેટ એટલે કે IPOમાં એસએમઈ પ્લેટફોર્મ પર એક જાહેર ભરણું જ્યારે મેઈનબોર્ડ પર બે IPO રજૂ થશે. એસએમઈ સેગમેન્ટ એટલે કે એસએમઈ IPO શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેક ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત મેઈનબોર્ડ પર ફૂડલિંક એફએન્ડબી હોલ્ડિંગ્સ અને ઈન્ટીગ્રિસ મેડટેક જેવી કંપની આવશે. આજે આપણે આ આઈપીઓ અંગે વિગતવાર માહિતી વિશે જાણશું.
શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેક ઈન્ડસ્ટ્રી
આ પણ વાંચો
શ્રી સિદ્ધિવિનાયક ગ્રીનટેક ઈન્ડસ્ટ્રીનું પ્રારંભિક જાહેર ભરણું આગામી 25 નવેમ્બરના રોજ ખુલશે અને 27મી નવેમ્બરના રોજ બંધ રહેશે. આ જાહેર ભરણા માટે પ્રાઈઝ બેન્ડ રૂપિયા 132-142 હશે, જ્યારે લોટ સાઈટ આશરે 1000 શેર જેટલી રહેશે અને તેને ઓછામાં ઓછા 1000 શેર અને ત્યારબાદ એટલા જ શેરના ગુણાંકમાં અરજી કરી શકાશે.
ઈન્ટીગ્રીસ મેડટેક
ઈન્ટીગ્રીસ મેડટેકનું પ્રારંભિક જાહેર ભરણું 27મી નવેમ્બરના રોજ ખુલશે અને 1 ડિસેમ્બરના રોજ બંધ થશે. આ જાહેર ભરણામાં શેરની પ્રાઈઝ બેન્ડ અને લોટ સાઈટની જાહેરાત હજું કરવામાં આવી નથી.
ફૂડલિંક એફએન્ડબી હોલ્ડિંગ્સ
ફૂડલિંક એફએન્ડબી હોલ્ડિંગ્સનું જાહેર ભરણું 26મી નવેમ્બરના રોજ ખુલશે અને 30 નવેમ્બરના રોજ બંધ થશે. આ જાહેર ભરણા માટે પ્રાઈઝ બેન્ડ રૂપિયા 180-191 નક્કી કરવામાં આવેલ છે અલબત આ અંગે કંપની તરફથી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. દરમિયાન લોટ સાઈઝ 78 શેર હોઈ શકે છે અને આ અંગે કંપની ટૂંક સમયમાં ફાઈનલ જાહેરાત કરવામાં આવી શકે છે. હવે GMP તો ફૂડલિંક એફએન્ડપી હોલ્ડિંગ્સનો જીએમપી ઈન્વેસ્ટીરગેન પ્રમાણે રૂપિયા 12 છે.
ભારતીય પ્રાઈમરી માર્કેટ તાજેતરના સમયમાં શાનદાર પર્ફોમન્સ કરી રહ્યું છે અને વૈશ્વિક બજારોમાં ચાલી રહેલ અફરા-તફરી વચ્ચે પણ એકંદરે સારી સ્થિતિમાં છે.
