Upcoming IPO Next Week: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આગામી સપ્તાહ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવાનું છે. આગામી સપ્તાહમાં કુલ 4 કંપનીઓના IPO સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યા છે. જેમાં રાજપૂતાના સ્ટેનલેસ, ઇનોવિઝન, એપ્સિસ એરોકોમ અને રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) નો સમાવેશ થાય છે. આ પૈકી ત્રણ કંપનીઓ મેઈન બોર્ડ પર લિસ્ટ થશે, જ્યારે એપ્સિસ એરોકોમ SME સેગમેન્ટમાં પ્રવેશ કરશે.
રાજપૂતાના સ્ટેનલેસ (Rajputana Stainless IPO)
- રાજપૂતાના સ્ટેનલેસનો IPO સોમવાર, 9 માર્ચથી ખુલી રહ્યો છે અને 11 માર્ચના રોજ બંધ થશે.
- પ્રાઇસ બેન્ડ: 116 થી 122 રૂપિયા પ્રતિ શેર.
- લોટ સાઈઝ: લઘુત્તમ 110 શેર.
- GMP અપડેટ: InvestorGain ના રિપોર્ટ અનુસાર, 8 માર્ચના રોજ આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) માત્ર 2 રૂપિયા જોવા મળી રહ્યું છે.
ઇનોવિઝન (Innovision IPO)
- સુરક્ષા અને મેનેજમેન્ટ સેવાઓ સાથે સંકળાયેલી ઇનોવિઝન કંપનીનો IPO 10 માર્ચથી 12 માર્ચ દરમિયાન ખુલશે.
- પ્રાઇસ બેન્ડ: 521 થી 548 રૂપિયા પ્રતિ શેર.
- લોટ સાઈઝ: લઘુત્તમ 27 શેર.
- GMP અપડેટ: હાલમાં આ IPO માટે ગ્રે માર્કેટમાં કોઈ હલચલ જોવા મળી નથી, અને GMP 0 પર ટ્રેડ કરી રહ્યો છે.
એપ્સિસ એરોકોમ (Apsis Aerocom IPO - SME)
- SME કેટેગરીમાં એપ્સિસ એરોકોમનો IPO 11 માર્ચના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 13 માર્ચે બંધ થશે.
- પ્રાઇસ બેન્ડ: 104 થી 110 રૂપિયા પ્રતિ શેર.
- લોટ સાઈઝ: 1,200 શેરનો એક લોટ.
- GMP અપડેટ: હાલ આ કંપનીનો GMP પણ શૂન્ય (0) સ્તરે છે.
રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (Raajmarg Infra Investment Trust InvIT IPO)
- આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટનો IPO પણ 11 માર્ચથી 13 માર્ચ દરમિયાન રોકાણ માટે ખુલ્લો મુકાશે.
- પ્રાઇસ બેન્ડ: કંપની દ્વારા પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
- GMP અપડેટ: માર્કેટમાં હાલમાં આનો GMP 0 નોંધાયો છે.
