US Stock Market:અમેરિકાના શેરબજારમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. સપ્તાહના અંતિમ દિવસે વિશ્વની દિગ્ગજ AI કંપની એન્થ્રોપિકના શેરોમાં સતત બીજા દિવસે 8.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
માર્કેટ સેન્ટીમેન્ટને વ્યાપક રીતે અસર
આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સને લગતા શેરોમાં ભારે મંદીની સ્થિતિ માર્કેટ સેન્ટીમેન્ટને વ્યાપક રીતે અસર કરી રહી છે. જ્યારે વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપની એનવીડિયાના શેરોમાં પણ આશરે 14 ટકાનો કડાકો જોવા મળ્યો છે. બીજીબાજુ Nvidiaના અકાઉન્ટીંગ સંબંધિત પદ્ધતિ અંગે ટેકનોલોજી શેરોમાં ભારે દબાણ જોવા મળ્યું છે.
AI ચેટબોટ Claude તૈયાર
દરમિયાન AI ચેટબોટ Claude તૈયાર કરનારી કંપની એન્થ્રોપિકે ગુરુવારે 19 નવેમ્બરના રોજ Nasdaq ખાતે શેરબજારમાં શરૂઆત કરી હતી. કંપનીએ તેના શેર IPO 83 ડોલર પ્રતિ શેર ભાવથી ઓફર કર્યાં હતા. લિસ્ટીંગના દિવસે શેરની કિંમત 111.50 ડોલર ખુલી હતી અને કામકાજ દરમિયાન તે 114.99 ડોલર સુધી પહોંચી ગય હતા. આ અગાઉ શેરનો ભાવ 97 ડોલર પર બંધ રહ્યો હતો. જે IPO વેલ્યુથી આશરે 17 ટકા વધારે હતું.
વર્ષ 2020 બાદનો સૌથી મોટો ઘટાડો
તાજેતરમાં એનવીડિયાના શેરોમાં જે ભારે મંદી આવી છે તે સાપ્તાહિક ધોરણે વર્ષ 2020 બાદનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના શેરબજારોમાં ગત શુક્રવારે 3.6 ટકા ગગડી ગયો છે અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 1.9 ટકા તૂટી ગયો હતો. એનવીડિયાના CEO સાથે સંકળાયેલ વાદ-વિવાદ વચ્ચે એનવીડિયાના શેરોમાં સતત ધોવાણ જોવા મળી રહ્યું છે. તેને લીધે માર્કેટ કેપિટલાઈઝેશનમાં મોટો ઘટાડો થયો છે.
બીજીબાજુ એશિયાના શેરબજારોમાં પણ ભારે મંદીની અસર જોવા મળી રહી છે. શુક્રવારે જાપાનના નિક્કીથી લઈ દક્ષિણ કોરિયાના કોસ્પી સુધી આશરે પાંચ ટકાની ભારે મંદી જોવા મળતી હતી. તાઈવાનના શેરબજારમાં પણ ભારે મંદીની અસર જોવા મળતી હતી.
