Nvidia Share Crash: એનવીડિયાના CEOએ રાજીનામું આપતા શેરોમાં આવ્યો 15 ટકાનો કડાકો

Nvidia Stock Crash:એઆઈ ચિપ્સનું ઉત્પાદન કરતી Nvidiaના લીડરશિપને લઈ મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળ્યો છે. કંપનીના સહસ્થાપક અને ઘણા લાંબા સમય સુધી CEO તરીકે કામગીરી ધરાવતા જેનસેન હુઆંગે તેમના પદ પરથી રાજીનામું આપી દેતા કંપનીના શેરોમાં ભારે મંદી જોવા મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 13 Nov 2026 09:32 AM (IST)Updated: Fri, 13 Nov 2026 09:32 AM (IST)
nvidia-share-crash-shares-plunge-15-following-the-resignation-of-nvidias-ceo
Intel Stock Crash

Nvidia Stock Crash:એઆઈ ચિપ્સનું ઉત્પાદન કરતી Nvidiaના લીડરશિપને લઈ મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળ્યો છે. કંપનીના સહસ્થાપક અને ઘણા લાંબા સમય સુધી CEO તરીકે કામગીરી ધરાવતા જેનસેન હુઆંગે તેમના પદ પરથી રાજીનામું આપી દેતા કંપનીના શેરોમાં ભારે મંદી જોવા મળી છે. એનવીડિયોના શેરોમાં આશરે 15 ટકાનો તીવ્ર કડાકો બોલાઈ ગયો છે. તેને લીધે કંપનીના માર્કેટ વેલ્યુએશનમાં ભારે ઘટાડો થયો છે.

એનવીડિયાના શેરમાં તાજેતરની તેજી બાદ હવે મોટા પ્રમાણમાં મંદી જોવા મળી રહી છે. કંપનીનું માર્કેટ વેલ્યુએશન 3.80 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે જ્યારે શેરદીઠ કમાણીનો રેશિયો પણ 20 સુધી આવી ગયો છે.

આ અગાઉ પ્રી માર્કેટમાં કંપનીના શેરનો ભાવ આશરે 15 ટકા તૂટી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના શેરનો ભાવ છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી 243 ડોલર જ્યારે નીચી સપાટી 148 ડોલર રહ્યો છે. ગુરુવારે રાત્રે અમેરિકાના બજારોમાં કંપનીનો શેર 158 ડોલર જોવા મળ્યો હતો. જેની અગાઉની બંધ સપાટી 173 ડોલરની તુલનામાં 15 ડોલર એટલે કે 8.90 ટકા ગગડ્યો હતો.

કંપનીએ તેના CFO કોલેટ્ટી ક્રેસને વચગાળાના CEO તરીકે નિમણૂંક કરી છે. આ અહેવાલને લઈ કંપનીના શેરોમાં ભારે ધોવાણ થયું હતું અને રોકાણકારોને ભારે નુકસાન થયું છે.

જેનસેન હુઆંગનું રાજીનામું એવા સમયે આવ્યું છે કે જ્યારે એનવીડિયાના બોર્ડે તેમના અંગત સંબંધો તથા રાષ્ટ્રીય સુરક્ષાને લગતા આરોપો અંગે સ્વતંત્ર તપાસ હાથ ધરી હતી. અમેરિકાના મીડિયા અહેવાલ પ્રમાણે હુઆંગના સિંગાપુરની કંપનીના મેગાસ્પીડના એક ભૂતપૂર્વ એક્ઝિક્યુટીવ સાથે સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ દાવાને લીધે કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ભારે ધોવાણ જોવા મળી રહ્યું છે. શેરધારકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને આગામી સમયમાં આ અંગે ઘેરા પ્રત્યાઘાત સ્વરૂપે કંપનીના બિઝનેસ પર કેવી અસર થાય છે તે જોવાનું રહેશે.