Crude Oil Prices:અમેરિકા-ઈરાન વચ્ચે નવેસરથી તંગદિલી વધતા ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો, પ્રતિ બેરલ 76 ડોલરને પાર

Crude Oil Prices:મધ્ય પૂ્વમાં ચિંતા (Middle East Tesion) અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરી વખત તણાવ વધ્યો છે.ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી વખત તણાવ વધતા ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 08 Jul 2026 03:42 PM (IST)Updated: Wed, 08 Jul 2026 03:42 PM (IST)
crude-oil-prices-surge-surpass-76-dollar-per-barrel-as-tensions-rise-again-between-us-and-iran

Crude Oil Prices:મધ્ય પૂ્વમાં ચિંતા (Middle East Tesion) અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરી વખત તણાવ વધ્યો છે.ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી વખત તણાવ વધતા ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. સોમવાર અને મંગળવારે ઈરાન તરફથી પસાર થતા જહાજો પર ટ્રિપલ એટેક થયાં છે અને તેને લઈ પલટવાર કરતાં અમેરિકા તરફથી પણ નવેસરથી સ્ટ્રાઈક કરવામાં આવી છે.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતો (Crude Oil Price)માં ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે અને વિશ્વભરના શેરબજારોમાં પણ ભારે હડકંપ સર્જાયો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત તણાવ વધ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ કોમર્શિયલ જહાજો પર ઈરાન તરફથી મિસાઈલ હુમલા બાદ અમેરિકાની સેનાએ પણ હુમલો કર્યો છે અને ઈરાનના 80થી વધારે સૈન્ય અડ્ડા પર મોટા પ્રમાણમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવ્યો છે કે જ્યારે ઈરાનમાં અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી વખત યુદ્ધનો મોરચો ખુલતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઓચિંતા જ ઉછાળો આવ્યો છે. આજે બુધવારે ક્રુડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ બેરલ 74 ડોલર આસપાસ કામકાજ કરી રહ્યા છે. બ્રેન્ટ ક્રુડનો ભાવ 2.63 ટકા ઉછળી 76.11 ડોલર થયો છે. જ્યારે WTI ક્રુડનો ભાવ પણ 2.63 ટકા વધી 72.29 ડોલર રહ્યા છે.

આ અહેવાલને લીધે વૈશ્વિક બજારોમાં ભારે અફરા તફરી સર્જાઈ છે. જાપાનનો નિક્કી 500 પોઇન્ટ ગગડી 67,122 રહ્યાં સાઉથ કોરિયાનો Kospi ઈન્ડેક્સ આશરે 1 ટકા તૂટ્યા હતા. આ ઉપરાંત DAX અને CAC પણ નોંધપાત્ર પ્રમાણમાં તૂટ્યાં હતા.