NSE Market Capitalization:ભારતનું અગ્રણી શેરબજાર પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)જે આજે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બજાર મૂડીકરણની દ્રષ્ટિએ NSE વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. NSE હવે બજાર મૂડીકરણની દ્રષ્ટિએ 6 લાખ કરોડને પાર કરી ગયું છે. જર્મનીના ઈન્ડેક્સ DAX અને લંડન સ્ટોક એક્સચેન્જ બાદ NSEએ ત્રીજુ સ્થાન હાંસલ કરી લીધુ છે.
NSEનું બજાર મૂડીકરણ 64 અબજ ડોલર
NSEનું બજાર મૂડીકરણ 64 અબજ ડોલર પહોંચી ગયું છે જ્યારે જર્મનીના DAXનું બજાર મૂડીકરણ 63.40 અબજ ડોલર છે, અલબત લંડન સ્ટોક એક્સચેન્જનું બજાર મૂડીકરણ 62.40 અબજ ડોલર પહોંચી ગયું છે. આમ ગ્લોબલ રેન્કિંગની દ્રષ્ટિએ જોઈએ તો વૈશ્વિક રેન્કિંગમાં NSE થી આગળ CME ગ્રુપ 111.6 અબજ ડોલર અને ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ 99.4 અબજ ડોલના બજાર મૂડીકરણ સાથે પ્રથમ અને બીજા સ્થાન પર છે.
NSEના શેરોમાં લિસ્ટીંગ બાદ તોફાની તેજી
NSEના શેરોમાં લિસ્ટીંગ બાદ તોફાની તેજી જોવા મળી રહી છે. નવેમ્બરમાં અત્યાર સુધીના કામકાજના 18 સેશન પૈક 14 સેશન દરમિયાન શેરના ભાવમાં તેજી જોવા મળી છે. 26 નવેમ્બરના કામકાજ દરમિયાન NSEના શેરોનું લિસ્ટીંગ થયા બાદ હાઈ લેવલ રૂપિયા 2400ને સ્પર્શ કરી ગયો છે.
14 સેશનમાં શેરોમાં તેજી જોવા મળી
ભારતીય શેરબજારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરોનું લિસ્ટીંગ થયા બાદ ભારે તેજી જોવા મળી રહી છે. નવેમ્બર મહિનામાં જે કૂલ 18 સેશનમાં કામકાજ થયું છે, તે પૈકી 14 સેશનમાં શેરોમાં તેજી જોવા મળી રહી છે. દરમિયાન 26 નવેમ્બરના રોજ શેરની કિંમત રૂપિયા 2400ની સપાટીને સ્પર્શી ગઈ છે.
રૂપિયા 1785ના ઈશ્યુ પ્રાઈઝ સામે રૂપિયા 1800 લેવલ પર લિસ્ટીંગ
NSEના શેરોનું 24 સપ્ટેમ્બર 2026ના રોજ લિસ્ટીંગ થયું હતું. રૂપિયા 1785ના ઈશ્યુ પ્રાઈઝ સામે આ શેરોનું રૂપિયા 1800 લેવલ પર લિસ્ટીંગ થયું હતું. લિસ્ટીંગ બાદ શેર તેના ઈશ્યુ પ્રાઈઝની તુલનામાં 33 ટકા વધ્યો છે. બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ત્રીજા ક્રમ પર પહોંચવું તે NSE માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. તે NSEના વધતા વ્યાપ અને મજબૂત બનતી સ્થિતિને દર્શાવે છે.
