Stock Market: આજે 24 નવેમ્બરે મંગળવારના રોજ ગુરુ નાનક જયંતિના અવસરે ભારતીય શેર બજાર બંધ રહેશે. જેના કારણે બીએસઈ અને એનએસઈ પર વેપાર નહીં થાય. તમને જણાવી દઈએ કે ગુરુ નાનકના જન્મ દિવસના આ પવિત્ર અવસરને પ્રકાશ પર્વના નામે ઉજવવામાં આવે છે. આમ તો સામાન્ય રીતે શનિ-રવિ શેર બજાર બંધ રહે છે પરંતુ કેટલીક જાહેર રજાઓના અવસરે પણ માર્કેટ બંધ રહે છે. આ ઉપરાંત હવે છેલ્લે વર્ષના અંતે એટલે કે 25 ડિસેમ્બર નાતાલના દિવસે પણ શેર બજાર બંધ રહેશે.
MCX પર ક્યારે શરુ થશે વેપાર?
તમને જણાવી દઈએ કે, મંગળવારે MCX પર સવારે 9 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી વેપાર બંધ રહેશે.જોકે અહેવાલ પ્રમાણે સાથે પાંચ વાગ્યાથી ટ્રેડીંગ શરુ થશે અને રાત્રે સાડા અગીયાર વાગ્યા સુધી ટ્રેડીંગ કરી શકાશે. આ ઉપરાંત NCDEX આખા દિવસ માટે બંધ રહેશે. સ્ટોક માર્કેટ અંગે વાત કરીએ તો, 24 નવેમ્બરના રોજ બીએસઈમાં ઈક્વીટી સેગમેન્ટ, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ, કરન્સી ડેરિવેટિવ સેગમેન્ટ, NDS-RST,ટ્રાઈ પાર્ટી રેપો માટે ટ્રેડીંગ બંધ રહેશે.
NSE અંગે વાત કરીએ તો, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી, નેગોશિયેટેડ ટ્રેડ રિપોર્ટિંગ પ્લેટફોર્મ,વ્યાજ દર ડેરિવેટિવ્ઝ અને ન્યૂ સેગમેન્ટ માટે ટ્રેડીંગ બંધ રહેશે. કોમોડિટી ડેરિવેટિવ્સ અને EGR સેગમેન્ટમાં સવારે રજા પહેશે પરંતુ સાંજે પાંચ વાગ્યાથી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ઓપન રહેશે.
આ મહિને કેવી છે સ્ટોક માર્કેટની સ્થિતિ?
જો આપણે નવેમ્બર મહિનાના શેર બજારના આંકડા જોઈએ તો ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. વિદેશી રોકાણકારો દ્વારા રોકાણની જે રણનિતિ અપનાવવામાં આવી હતી તેનાથી માર્કેટ તેના છેલ્લા હાઈ લેવલની નજીર પહોંચી ગયું છે. જેના કારણે બજારમાં તેજી જોવા મળી હતી. વિદેશી રોકાણકારો પહેલા ભારતમાં રોકાણ કરવાથી બચતા હતા પરંતુ હવે તેમની નિતિમાં બદલાવ આવ્યો છે. હવે તેઓ સતત 15 સેસનથી ખરીદી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, માત્ર આજ મહિનાના આકંડા પર નજર કરીએ તો તમને જણાઈ આવશે કે વિદેશી રોકાણકારો ભારતમાં કેટલું રોકણ કરી રહ્યા છે. તાજેતરના આંકડા અનુસાર માત્ર આ જ મહિને ઈક્વીટીમાં નેટ ખરીદી 1.3 કરોડ રુપિયાને વટાવી ગઈ છે.
