SEBI KYC Rules: શેરબજારના નિયમનકાર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ગ્રાહક ઓળખ એટલે કે KYC ની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. આ નવી વ્યવસ્થા 24 ડિસેમ્બર 2026થી અમલમાં આવશે. આ ફેરફારોથી બજારના રોકાણકારોને જુદી-જુદી નાણાકીય સંસ્થાઓમાં વારંવાર સમાન દસ્તાવેજો અને વિગતો જમા કરાવવાની ઝંઝટમાંથી રાહત મળશે.
સમયમર્યાદા અને નામ બદલવાની પ્રક્રિયામાં રાહત
ખાતા બંધ થવા સંબંધિત વિગતો પૂરી પાડવા માટે નિયમનકારે સમયમર્યાદામાં છૂટછાટ આપી છે. હવે આ માહિતી અઠવાડિયાના પાંચ કામકાજના દિવસોમાં આપવાની રહેશે.જો રોકાણકારનું નામ પેન અને આધારમાં અપડેટ થયેલું હોય તો નામ બદલવા અંગેનો અલગથી કોઈ પુરાવો કે પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર રહેશે નહીં.
મોબાઈલ વેરિફિકેશન અંગે સ્પષ્ટતા
સેબીએ મોબાઈલ નંબરની ચકાસણીને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી છે.KYC રેકોર્ડ મુજબ જરૂરી વિગતો આપવાની રહેશે, પરંતુ જો મોબાઈલ નંબરમાં કોઈ ફેરફાર થયો ન હોય તો તેનું પુનઃ વેરિફિકેશન કરવાની જરૂર પડશે નહીં.
સમયમર્યાદા અને નામ બદલવાની પ્રક્રિયામાં રાહત
ખાતા બંધ થવા સંબંધિત વિગતો પૂરી પાડવા માટે નિયમનકારે સમયમર્યાદામાં છૂટછાટ આપી છે. હવે આ માહિતી અઠવાડિયાના પાંચ કામકાજના દિવસોમાં આપવાની રહેશે. ખાતાધારકોએ પોતાનું ખાતું બંધ કરાવ્યા અંગેની વિગતો માત્ર પાંચ જ દિવસની અંદર KRAને સુપરત કરવાની રહેશે.આ માહિતીના આધારે KRA કામકાજના દિવસો દરમિયાન રેકોર્ડ અપડેટ કરવાની અથવા એકાઉન્ટ ડીલિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.
જો કોઈ કારણસર ખાતું ખોલવામાં ન આવે, તો કામકાજના 21 દિવસ પૂરા થયા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં તેની જાણ કરવાની રહેશે. જો રોકાણકારનું નામ પેન અને આધારમાં અપડેટ થયેલું હોય, તો નામ બદલવા અંગેનો અલગથી કોઈ પુરાવો કે પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર રહેશે નહીં
