Gratuity Rules:5 વર્ષની નોકરી પૂરી કરતાં કેટલી ગ્રેચ્યુટી મળે, કંપની તરફથી મળતા આ લાભ અંગેની સંપૂર્ણ કેલક્યુલેશન જુઓ

જો તમે કોઈ કંપની કે સંસ્થામાં લાંબા સમય સુધી નોકરી કરી રહ્યા હોય તો તમે ગ્રેચ્યુટી માટે હક્કદાર બની શકો છો. કંપની કે સંસ્થા દ્વારા કર્મચારી નોકરી છોડે અથવા રિટાયર થાય ત્યારે કર્મચારીને તેની સર્વિસને ધ્યાનમાં રાખી ગ્રેચ્યુટી મળે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Nov 2026 03:50 PM (IST)Updated: Wed, 25 Nov 2026 03:50 PM (IST)
how-much-gratuity-do-you-get-after-completing-5-years-of-service-see-the-complete-calculation-for-this-company-benefit

Gratuity Rules:જો તમે કોઈ કંપની કે સંસ્થામાં લાંબા સમય સુધી નોકરી કરી રહ્યા હોય તો તમે ગ્રેચ્યુટી માટે હક્કદાર બની શકો છો. કંપની કે સંસ્થા દ્વારા કર્મચારી નોકરી છોડે અથવા રિટાયર થાય ત્યારે કર્મચારીને તેની સર્વિસને ધ્યાનમાં રાખી ગ્રેચ્યુટી મળે છે.

ગ્રેચ્યુટીની રકમની ગણતરી કરતી વખતે બેઝીક પગાર, DA અને કંપનીમાં કામ કર્યાંના વર્ષો એટલે કે સમય ગાળાને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. ગ્રેચ્યુટી મેળવવા માટે કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષની સળંગ નોકરી પૂરી કરેલી હોવી જરૂરી છે. આ સંજોગોમાં કોઈ વ્યક્તિ 5 વર્ષ, 10 વર્ષ અથવા 15 વર્ષની નોકરી કરે છે તો કેટલી ગ્રેચ્યુટી મળી શકે છે તે અંગે વિગતવાર માહિતી જોશું. 

ગ્રેચ્યુટીનો શું નિયમ છે

ગ્રેચ્યુટી = (અંતિમ બેઝીક પગાર + DA) x 15 x નોકરીના વર્ષો ÷ 26

તેમાં 15 વર્ષનો અર્ દરેક વર્ષ માટે 15 દિવસના પગાર અને 26નો અર્થ મહિનાના 26 જેટલા કામકાજના દિવસો છે. 

 આ ઉદાહરણ સાથે સમજો

ધારો કે કોઈ કર્મચારીનો બેઝીક પગાર અને મોંઘવારી ભથ્થા સાથે રૂપિયા 3000 છે તથા તેને લઈ એક જ મહિનામાં 5 વર્ષ સુધી કામ કરતાં રહે છે તો ગ્રેચ્યુટી રૂપિયા 86,500 મળવા પાત્ર થાય છે.

ગ્રેચ્યુટીને લગતા નિયમો

કોઈ વ્યક્તિ તેની ગ્રેચ્યુટીને લગતા તમામ નિયમોનું પાલન કરે છે અને કંપની કે સંસ્થા તેને ગ્રેચ્યુટી આપવાનો ઈન્કાર કરે છે તો આ માટે સંબંધિત કન્ટ્રોલિંગ ઓથોલિટી સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે. આ માટે નોકરી સાથે સંકળાયેલ દસ્તાવેજ, પગાર સ્લીપ અને કંપની સાથે વ્યક્તિગત રેકોર્ડને સુરક્ષિત રાખીને સમકક્ષ સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ નોંધાવી શકાય છે.