Atal Pension Yojana:કેન્દ્ર સરકાર દ્વારા અટલ પેન્શન યોજના-APY મારફતે રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખીને શાનદાર સ્કીમ ધરાવે છે. આ એક એવી પેન્શન સ્કીમ છે કે જે નોકરીયાત વર્ગ તથા અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટરમાં કામ કરી રહેલા લોકોને રોકાણ સાથે આર્થિક રીતે નિવૃતિ જીવન જીવવાની તક આપે છે. અટલ પેન્શન યોજના હેઠળ વ્યક્તિ 60 વર્ષની ઉંમર બાદ રૂપિયા 1,000થી રૂપિયા 5,000ની ગેરન્ટેડ પેન્શન મેળવી શકે છે.
કોઈ પણ વ્યક્તિ બેન્ક અથવા તો પોસ્ટ ઓફિસમાં તેમના સેવિંગ અકાઉન્ટ ખોલાવી શકે છે.અલબત અટલ પેન્શન યોજના માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 અને મહત્તમ 40 વર્ષની ઉંમર ધરાવતી હોવી જોઈએ.જો કોઈ વ્યક્તિની ઉંમર 30 વર્ષ છે અને તે 60 વર્ષ બાદ દરેક મહિને રૂપિયા પાંચ હજાર પેન્શન મેળવવા ઈચ્છતી હોય તો તેણે 30 વર્ષ સુધી યોગદાન આપતા રહેવું જોઈએ. અલબત આ માટેની પેમેન્ટ સુવિધા વિવિધ સમય ગાળા માટે હોય છે, જેમ માસિક ધોરણે, ત્રિમાસિક ધોરણે અને છ મહિનાના આધાર પર હોય છે.
આ પણ વાંચો
APYમાં કોન્ટ્રીબ્યુશન
અટલ પેન્શન યોજનાની વિશેષતા અંગે વાત કરીએ તો આ યોજનાનો હપતો બચત ખાતામાંથી કપાય છે. ખાતા ધારકે પેન્શન સ્લેબની પસંદગી કરવી ખૂબ જરૂરી છે. APYમાં સામેલ થવામાં જેટલો વિલંબ કરશો એટલો રકમનો મોટો હપતો આવશે. APYમાં કોન્ટ્રીબ્યુશનને લઈ કરવેરામાં મળતી છૂટ અંગે અગાઉથી રહેલા આવક વેરાને લગતા નિયમો તથા કરવેરા અંગેની યોગ્યતા સંબંધિત તપાસ કરવી જરૂરી છે.
રૂપિયા 577ના 360 હપ્તા લેખે રૂપિયા 2,07,720 રોકાણ
ખાતા ધારક માસિક ધોરણે ચુકવણીનો વિકલ્પ અપનાવે છે તો રૂપિયા 577ના 360 હપ્તા લેખે રૂપિયા 2,07,720 રોકાણ થાય છે. જો ત્રિમાસિક ધોણે ચુકવણી કરવાનો વિકલ્પ અપનાવવામાં આવે છે તો રૂપિયા 1720ના 120 હપ્તા સાથે રૂપિયા 2,06,400 રોકાણ થાય છે.છ માસિક ચુકવણીના સંજોગોમાં રૂપિયા 3,405 લેખે 60 હપ્તાથી રૂપિયા 2,04,300 રોકાણ કરવાનું થાય છે.
રૂપિયા પાંચ હજારના ઓપ્શનની પસંદગી
APYમાં ખાતાધારકને જીવન પર્યત પેન્શન મળતું રહે છે. તેના મુલ્યુ બાદ પેન્શન પતિ અથવા તો પત્નીને આપવામાં આવે છે. બન્નેના મૃત્યુ થવાના સંજોગોમાં પેન્શન લેખે એકત્રિત ભંડોળ નોમિનીને મળે છે. અલબત રૂપિયા પાંચ હજારના ઓપ્શનની પસંદગી કરવાના સંજોગોમાં આ રકમ રૂપિયા 8.5 લાખ થાય છે.
