NPS vs EPF: આજના આધુનિક સમયમાં બિઝનેસમેન હોય કે નોકરીયાત વર્ગ સૌ કોઈ તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આર્થિક આયોજન કરતાં હોય છે. બાળકોના શિક્ષણ, બાળકોના લગ્નથી લઈ નિવૃત્તિ સમયનું આયોજન કરવું ખૂબ જ જરૂરી બને છે. આ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની રોકાણ અને બચત તથા નિવૃત્તિને લગતી યોજના ચલાવવામાં આવી રહી છે. વિશેષ કરીને નોકરીયાત વર્ગ માટે એમ્પ્લોઈ પ્રોવિડેન્ડ ફંડ એટલે કે EPF તથા નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS જેવી લોકપ્રિય સ્કીમોના વિકલ્પો ઉપલબ્ધ છે, જે સમયાંતરે રોકાણ સાથે ઊંચા વળતરની ઓફર આપે છે. એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ સમય જતા વ્યાજના આધારે પૈસાની બચત કરે છે તો NPS બજાર સાથે સંકળાયેલ રોકાણ મારફતે સારું વળતર પૂરું પાડે છે.
જો કોઈ કર્મચારીનો બેઝીક પગાર રૂપિયા 50 હજાર હોય અને તે આગામી 25 વર્ષ માટે સતત રોકાણને જાળવી રાખે તો નિવૃત્તિ સમયે આ બે સ્કીમ પૈકી એટલે કે EPF અને NPS પૈકી કોણ વધારે મોટું ભંડોળ તૈયાર કરી આપે છે તે જાણવુ જરૂરી બને છે.
વ્યક્તિ 25 વર્ષ સુધી રોકાણ
ધારો કે કોઈ વ્યક્તિ 25 વર્ષ સુધી રોકાણ કરવા પર બન્ને સ્કીમ મોટું ભંડોળ તૈયાર કરી આપે છે. અલબત કોઈ કર્મચારીની ઉંમર 30-35 વર્ષ છે અને તે 60 વર્ષની ઉંમરે નિવૃત થવા માગે છે તો તેના ભંડોળની ગણતરી કેવી રીતે થાય છે તે જાણશું.
પગાર રૂપિયા 50 હજાર દર મહિને
આ ગણતરીને આધારે ચોક્કસ માપદંડને જાણશું. કર્મચારીનો વર્તમાન પગાર રૂપિયા 50 હજાર દર મહિને છે અને તેની અત્યારની ઉંમર 35 વર્ષ છે. આ વ્યક્તિ આગામી 25 વર્ષ સુધી રોકાણ કરે છે. જો તેનો પગાર દર વર્ષે 5 ટકા વધતો હોય અને EPF પર વાર્ષિક વ્યાજ 8.25 ટકા હોય તો વ્યક્તિ કૂલ રૂપિયા 1.57-1.58 કરોડનું ભંડોળ તૈયાર કરી શકે છે.
NPSમાં વળતર 8 ટકા
એવી જ રીતે NPSમાં વળતર 8 ટકા હોય તો રૂપિયા 1.43 કરોડ, 10 ટકા લેખે વળતર હોય તો 1.87 કરોડ અને જો વળતરનું પ્રમાણ 12 ટકા હોય તો ફંડ રૂપિયા 2.46 કરોડ જેટલું તૈયાર થઈ જાય છે.
