Gratuity Calculation Explained: નોકરીયાત વર્ગો માટે ગ્રેચ્યુટી એક અત્યંત મહત્વનો ફાયનાન્શિયલ બેનિફિટ છે. જે લાંબા ગાળા સુધી એક જ કંપનીમાં કામ કર્યાં બાદ મળતો અત્યંત મહત્વનો લાભ છે. અલબત સામાન્ય રીતે લોકોના મનમાં એવો પ્રશ્ન થાય છે કે ગ્રેચ્યુટીની ગણતરી (Gratuity Calculation) બેઝીક પગાર (Basic Salary) પર હોય છે કે ગ્રોસ સેલેરી પર. યોગ્ય માહિતીના અભાવને લીધે અનેક લોકો તેમના મૂળ લાભોને લગતા અંદાજ લગાવી શકતા નથી. અમે અહીં આ અંગે બિલકુલ સરળ ભાષામાં માહિતી આપવા જઈ રહ્યા છીએ. જે તમને યોગ્ય ગણતરી કરવામાં મદદ મળી શકશે.
ગ્રેચ્યુટી એક પ્રકારનું એવું વળતર એટલે કે બદલો હોય છે કે જે અભાર વ્યક્ત કરવાની રકમ છે. તે કોઈ પણ કર્મચારી દ્વારા પોતાના કર્મચારીને લાંબા સમય સુધી આપવામાં આવેલ સેવાના બદલામાં આપવામાં આવે છે. ભારતમાં ગ્રેચ્યુટીને લગતી જોગવાઈ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ,1972 અંતર્ગત આવે છે. સામાન્ય રીતે કોઈ પણ કર્મચારીને ગ્રેચ્યુટી મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષનો સમયની નોકરી હોવી જરૂરી છે.
બેઝીક પગાર કે ગ્રોસ સેલરી-ગણતરી શેના પર થાય છે
સૌથી મહત્વનો પ્રશ્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેચ્યુટીની ગણતરી ફક્ત બેસિક પગાર+ DAના આધાર પર કરવામાં આવે છે. તેમાં ગ્રોસ સેલરી (જેમાં HRA, બોનસ, ભથ્થા વગેરે) અથવા CTC નો સમાવેશ થતો નથી.
એટલે કે જો તમારા પગારના માળખામાં અનેક પ્રકારના ભથ્થા હોય છે તો પણ ગ્રેચ્યુટી ઉપાડતી વખતે ફક્ત બેસિક અને DA જ અત્યંત મહત્વ ધરાવે છે અને કેલક્યુલેશનમાં ફ્કત આ બે બાબતનો જ સમાવેશ થાય છે.
ગ્રેચ્યુટીની ગણતરીની સરળ ફોર્મ્યુલા
ગ્રેચ્યુટી ઉપાડવાની ફોર્મ્યુલા આ છેઃ
ગ્રેચ્યુટી = (બેસિક પગાર + DA) X 15 X નોકરીના વર્ષ/26
અહીં 15 એટલે 15 દિવસનો પગાર, અને 26 એટલે કે એક હિનાના કામકાજના દિવસો (રવિવાર સીવાય)
જેમ કે
ધારો કે તમારો બેસિક પગાર + DA = રૂપિયા 20,000 દર મહિને છે અને તમે 7 વર્ષ સુધી કામ કર્યું છે.
તો તમારી ગ્રેચ્યુટી થશેઃ
(20,000 X 15 X 7)/26 = રૂપિયા 80,769 (આશરે)
