8th Pay Commission News:8માં પગાર પંચ(8th Pay Commission)ને લઈ કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર, મિનિમમ અને પેન્શન સાથે હવે ગ્રેચ્યુટી( Gratuity Limit)ને લઈ ચર્ચા વ્યાપક થઈ રહી છે. કર્મચારી સંગઠને રિટાયરમેન્ટ અંગે મળનારા વધારે ગ્રેચ્યુટી લિમિટને રૂપિયા 25 લાખથી વધારીને રૂપિયા 75 લાખ કરવાની માંગ કરી છે.
જો સરકાર આ માંગ સ્વીકારી લે છે તો કર્મચારીઓની વર્તમાન લિમિટની તુલનામાં 3 ગણી સુધી વધારે ગ્રેચ્યુટી મળી શકે છે.
રૂપિયા 25 લાખથી રૂપિયા 75 લાખ કરવા માંગ
કેન્દ્રીય કર્મચારીઓના સંગઠન નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટીવ મશીનરી(NC-JCM)એ 8માં પગાર પંચની સામે ગ્રેચ્યુટીની લિમિટ વધારવાની દરખાસ્ત કરી છે.
વર્તમાન સમયમાં ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા કેટલી છે
અત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા રૂપિયા 25 લાખ છે. તેનો અર્થ એવો થાય છે કે નિયમો પ્રમાણે ગણતરી કરવામાં આવેલ રકમ જો રૂપિયા 25 લાખથી વધારે થાય છે તો વર્તમાન લિમિટ અંતર્ગત પેમેન્ટ રૂપિયા 25 લાખ સુધી થશે. કર્મચારી સંગઠન આ મર્યાદાને વધારવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વધતા પગાર અને મોંઘવારીને જોતા રૂપિયા 25 લાખની લિમિટ હવે ખૂબ જ ઓછી છે.
સરળ ભાષામાં સમજીએ તો ગ્રેચ્યુટી એક સાથે મળતી રકમ છે. જે કર્મચારીઓને લાંબા સમય સુધી નોકરીમાં રહેવા બદલ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે તે નિવૃત્તિ સમયે અથવા તો નોકરી છોડતી વખતે આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ માટે ગ્રેચ્યુટીના પૈસા રિટાયરમેન્ટ બાદ એક મોટો ટેકો હોય છે. માટે ગ્રેચ્યુટીની લિમિટમાં ફેરફારની સીધી જ અસર કર્મચારીઓની નિવૃત્તિને લગતા પ્લાનિંગ પર થાય છે.
