New Gratuity Rules 2026:નવા લેબલ કોડસ (Nes Labour Codes) અમલી બનતાની સાથે જ ગ્રેચ્યુટીને લગતા નિયમ (Gratuity Rule Change)માં આમૂલ પરિવર્તન આવ્યું છે. નવા શ્રમ કાયદાને લીધે ગ્રેચ્યુટી ચુકવણીને લગતી પદ્ધતિમાં પણ ફેરફાર થયો છે. અલબત કેટલાક લોકો માટે આ ચુકવણી વધી શકે છે, પણ તેને લગતી યોગ્યતા સંબંધિત પાયગત નિયમો હજુ પણ યથાવત જ છે.
બીજા શબ્દોમાં કહીએ તો નોકરી છોડવાને લગતો સમય ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સંજોગોમાં પ્રશ્ન થાય છે કે શું કર્મચારીઓ માટે 5 વર્ષ પૂરા કરતાં પહેલા નોકરી છોડવી લાભદાયક છે કે નહીં?
આમ જોવા જઈએ તો નવા શ્રમ કાયદામાં ગ્રેચ્યુટીને લગતા નિયમને વધારે ઉદાર બનાવવામાં આવ્યો છે. ફિક્સ્ડ ટર્મ એપ્પ્લોઈયમેન્ટ અંતર્ગત કામ કરતા કર્મચારીઓ માટે 5 વર્ષની ફરજીયાત નોકરીની જરૂરિયાતનો અંત કરવામાં આવ્યો છે. એટલે કે હવે એક વર્ષની રેગ્યુલર સર્વિસ બાદ પણ ગ્રેચ્યુટી સુનિશ્ચિત કરવામાં આવી છે. કોઈ કર્મચારી કોન્ટ્રેક્ટ પર કામ કરે છે તો તેઓ ઓછા સમય ગાળા માટે પણ નોકરી બાદ ગ્રેચ્યુટી મેળવવાને હકદાર છે.
સૌને માટે એક વર્ષનો નિયમ રેગ્યુલર એટલે કે કાયમી કર્મચારીઓ માટે નથી. પણ આ માટે હજું પણ 5 વર્ષનો નિયમ લાગુ છે. એટલે કે પર્મનન્ટ બેસિસ પર કામ કરે છે. તો વર્તમાન નિયમો અંતર્ગત કોઈ પણ કર્મચારીને ગ્રેચ્યુટી મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કંપનીમાં સળંગ નોકરી કરવી જરૂરી છે.
જો કોઈ કર્મચારી 5 વર્ષ પૂરા કરતાં પહેલા નોકરી છોડી દે છે તો તેમને સામાન્ય રીતે ગ્રેચ્યુટી મળતી નથી. જોકે કેટલાક કિસ્સામાં તો કર્મચારીઓના મોત અથવા કાયમી વિકલાંગતા આ પ્રકારની શરતોમાં છૂટ આપવામાં આવે છે.
કરિયરની શરૂઆતી વર્ષોમાં ગ્રેચ્યુટી કદાંત એટલી જ મહત્વની ન લાગે, પણ સમયની સાથે સાથે આ એક મહત્વની આર્થિક સહાયતા બની શકે છે. યોગ્યતા અંગે જોઈએ તો લાંબા ગાળા માટે તે લાભદાયક સાબિત થઈ શકે છે. તેને લગતા નિયમો ભલે બદલા રહ્યા હોય પણ એક વાત સ્પષ્ટ છે કે તમે કરિયરને લગતા યોગ્ય પગલાં ભરતા પહેલા સમજી વિચારને તમને આર્થિક રીતે નુકસાન ન થાય તેની પૂરી કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
