RBI Rules: RBIના નવા નિયમો;ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા યથાવત પણ ગ્રાહકોને અગાઉથી જાણકારી આપવી ફરજિયાત

RBI Rules:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એટલે કે RBI દ્વારા વ્યવસાયિક સ્થાનો પર લાગેલા PoS મશીનો તથા વિવિધ સ્થળો પર લગાવવામાં આવતા ATMમાંથી પૈસા ઉપાડવાને લગતા નિયમો અંગે સ્પષ્ટતા કરી છે અને આ અંગે એક નિયમ રજૂ કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Nov 2026 10:14 AM (IST)Updated: Sat, 28 Nov 2026 10:14 AM (IST)
rbi-rules-new-rbi-regulations-limit-for-free-atm-transactions-remains-unchanged
Money-Transfer-Guidelines-RBI-1794448172724.webp

RBI Rules:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એટલે કે RBI દ્વારા વ્યવસાયિક સ્થાનો પર લાગેલા PoS મશીનો તથા વિવિધ સ્થળો પર લગાવવામાં આવતા ATMમાંથી પૈસા ઉપાડવાને લગતા નિયમો અંગે સ્પષ્ટતા કરી છે અને આ અંગે એક નિયમ રજૂ કર્યો છે. આ સાથે કેટલાક ખાસ દિશા-સૂચનો રજૂ કરવામાં આવ્યા છે અને તે હેઠળ ટ્રાન્ઝેક્શન તથા ફેલ થતા ટ્રાન્ઝેક્શન સંબંધિત બાબતો અંગે વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે.

RBI દ્વારા જે દિશા સૂચન આપવામાં આવ્યા છે તેમાં વર્ષ 2008થી વર્ષ 2022 દરમિયાન જાહેર કરવામાં આવેલા વિવિધ પરિપત્રોને એક સાથે એક જગ્યાએ રજૂ કર્યાં છે. મધ્યસ્થ બેન્કના આ પગલાથી ગ્રાહકો માટે પૈસા ઉપાડવાને લગતા નિયમો સંપૂર્ણપણે બદલાઈ શકે છે. નવા નિયમોમાં બેન્કો દ્વારા ગ્રાહકો આપવામાં આવતા ફ્રી ટ્રાન્ઝેક્શન તથા ત્યારબાદ તેના પર લાગૂ થતા ચાર્જીસ અંગે માહિતી આપવાની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.

નિયત મર્યાદા બાદ રૂપિયા 23 સુધી ચાર્જ

નિર્ધારિત ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરા થયા બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર મહત્તમ રૂપિયા 23 અને લાગુ પડતો ટેક્સ વસૂલી શકાશે. આ મહત્તમ ચાર્જનો નિયમ અગાઉથી અમલમાં છે અને તેમાં બદલાવ કરાયો નથી.

અલબત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બચત ખાતાધારકો માટે દર મહિને ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં કોઈ ફેરફાર કર્યો નથી. ગ્રાહકો પોતાના જ બેંકના ATM પરથી દરેક મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે જેમાં રોકડ ઉપાડ ઉપરાંત બેલેન્સ તપાસવા જેવી બિનઆર્થિક વ્યવહારનો પણ સમાવેશ થાય છે.

મેટ્રો અને નોન-મેટ્રો સિટીઝ માટે શું જોગવાઈ છે

અન્ય બેંકોના ATM નો ઉપયોગ કરવા અંગે શહેર મુજબ મર્યાદા નક્કી કરાયેલી છે. મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા 6 મેટ્રો શહેરોમાં અન્ય બેંકના ATM પર મહિને ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે જ્યારે બાકીના નોન-મેટ્રો શહેરોમાં આ મર્યાદા 5 ટ્રાન્ઝેક્શનની છે. જો કોઈ ગ્રાહક મેટ્રો અને બિન-મેટ્રો બંને વિસ્તારમાં અન્ય બેંકના ATM ઉપયોગ કરે છે તો કુલ ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા 5 સુધી સીમિત રહેશે. જોકે બેંકોને ગ્રાહકોને તેનાથી વધુ ફ્રી ફેસિલિટી આપવાની છૂટ છે.

બેન્કોએ ગ્રાહકોને આપવી પડશે માહિતી

મહત્વની બાબત એ છે કે RBI એ હવે બેંકોને ગ્રાહકોના ફ્રી ટ્રાન્ઝેક્શનના વપરાશ અંગે સ્પષ્ટ માહિતી આપવાની વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું છે. ગ્રાહકોને મહિનામાં કેટલા ફ્રી ટ્રાન્ઝેક્શન બાકી છે અને ત્યારબાદ કેટલો ચાર્જ લાગશે તેની જાણકારી અગાઉથી મળવી જોઈએ, જેથી ચાર્જ કપાયા પછી જ ગ્રાહકને ખબર પડે તેવી સ્થિતિ ટાળી શકાય. આ અંગે બેંકોએ પોતાના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિ પણ તૈયાર રાખવાની રહેશે.