Forex Reserve:ભારતનું ફોરેક્સ રિઝર્વ 4 અબજ ડોલર ઘટી 700.90 અબજ ડોલરની ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું: સોનાના ભાવ ઘટતા જોવા મળી અસર

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત બીજા અઠવાડિયે ઘટાડો નોંધાયો છે. 20 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેક્સ રિઝર્વ 4.443 અબજ ડોલર ઘટીને 700.898 અબજ ડોલરના સ્તરે આવી ગયો છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Nov 2026 09:34 AM (IST)Updated: Sat, 28 Nov 2026 09:37 AM (IST)
indias-forex-reserves-fell-by-4-billion-dollar-to-fourmonth-low-of-70090-billion-dollar
RBI Forex Reserves

Forex Reserve Decline:ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત બીજા અઠવાડિયે ઘટાડો નોંધાયો છે. 20 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેક્સ રિઝર્વ 4.443 અબજ ડોલર ઘટીને 700.898 અબજ ડોલરના સ્તરે આવી ગયો છે, જે છેલ્લા 16 અઠવાડિયા એટલે કે લગભગ ચાર મહિનાની સૌથી નીચી સપાટી છે.

ભારતના વિદેશી હૂંડિયામણના મૂલ્યમાં ઘટાડા પાછળ કયાં કારણ જવાબદાર

આ ઘટાડામાં સૌથી મોટો ફાળો સોનાના ભંડારના ઘટેલા મૂલ્યનો રહ્યો છે.  આ ઉપરાંત ફોરેન કરન્સી એસેટ્સ તથા આરબીઆઈની દરમિયાનગીરીની પણ આ ઘટાડા પાછળ કારણરૂપ માનવામાં આવે છે.

સોનાના મૂલ્યમાં ઘટાડો: સમીક્ષા હેઠળના સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય 4.095 અબજ ડોલર ઘટીને 94.519 અબજ ડોલર થયું છે. તાજેતરના સમયમાં સોનાના ભાવમાં જે ઘટાડો થયો છે તેની અસર સોનાના ભંડાર પર થઈ છે. સોનાના ભંડારનું આ મૂલ્ય 19 સપ્ટેમ્બર 2025 પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે.

ફોરેન કરન્સી એસેટ્સ: વિદેશી ચલણ અસ્કયામતોમાં પણ 26.6 કરોડ ડોલરનો ઘટાડો થયો છે અને તે 583.186 અબજ ડોલર પર આવી છે.

RBIની દરમિયાનગીરી અને વેલ્યુએશન: રૂપિયાને સ્થિર રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા કરન્સી બજારમાં કરવામાં આવતી કામગીરી તેમજ વિવિધ અસ્કયામતોના વેલ્યુએશનમાં થતા ફેરફારોની અસર પણ ભંડાર પર જોવા મળી છે.

ઓલ-ટાઈમ હાઈથી અંદાજે 84.80 અબજ ડોલરનો ઘટાડો

4 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર 785.70 અબજ ડોલરની ઐતિહાસિક ટોચ પર પહોંચ્યું હતું. NRI ડિપોઝિટ માટેની ખાસ કન્સેશનલ સ્વેપ વ્યવસ્થા હેઠળ બેંકોએ વિક્રમી 133 અબજ ડોલર એકત્ર કર્યા હોવાથી તે સમયે ભંડારમાં મોટો ઉછાળો આવ્યો હતો. જોકે, ત્યારથી ભંડારમાં ઘટાડાનો દોર શરૂ થયો છે અને સર્વોચ્ચ સપાટીની સરખામણીએ અત્યાર સુધીમાં આશરે 84.80 અબજ ડોલરનો ઘટાડો થઈ ચૂક્યો છે. આમ છતાં, વર્તમાન સ્તરે પણ ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર મજબૂત સ્થિતિમાં છે.