Gold Price Impact:ખરીદી ન કરી તો પણ ભારતની તિજોરીમાં આવી ગયું 60 ટન સોનું! RBIના આ પગલાથી સોનાનો ખજાનો છલકાયો

ભારત સરકારી તિજોરીમાં સોનાના જથ્થામાં મોટો ઉછાળો આવ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર અવધિ દરમિયાન વિદેશમાંથી 60 ટન સોનાને પરત દેશમાં મંગાવી લીધુ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 26 Nov 2026 01:14 PM (IST)Updated: Thu, 26 Nov 2026 01:22 PM (IST)
commodity-gold-price-impact-how-60-tonnes-of-gold-landed-in-india-without-any-purchase

Gold Price Impact on India: ભારત સરકારી તિજોરીમાં સોનાના જથ્થામાં મોટો ઉછાળો આવ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર અવધિ દરમિયાન વિદેશમાંથી 60 ટન સોનાને પરત દેશમાં મંગાવી લીધુ છે. RBIના આ પગલાને લીધે સોનાનો જથ્થો વધીને 740.13 ટન પહોંચી ગયો છે. આ અગાઉ માર્ચ 2026માં સોનાનો જથ્થો 680.05 ટન જેટલો હતો. સોનાના ભાવમાં થઈ રહેલી વધઘટની અસર જોવા મળી રહી છે.

ભારત 104 ટન સોનું ભારતમાં પરત લાવેલું

રિઝર્વ બેન્ક દ્વારા વિદેશી હૂંડિયામણ સંબંધિત છ મહિનાનો તેનો અહેવાલ રજૂ કર્યો છે. વિશ્વ સ્તરે જે પ્રમાણે અનિશ્ચિતતા અને ભૂરાજકીય પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા ભારત હવે વિદેશમાં પોતાનું સોનું રાખવાને બદલે દેશમાં પરત લાવવાનું પગલું ભર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નાણાકીય વર્ષ 2025-2026ના બીજા છ મહિના દરમિયાન પણ ભારતે 104 ટન સોનું ભારતમાં પરત લાવ્યું હતું. ભારત આ સોનું ઈંગ્લેન્ડની મધ્યસ્થ બેન્ક બેન્ક ઓફ ઈંગ્લેન્ડ તથા BIS એટલે કે બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે રાખતું હતું.

સોનાની કિંમતોમાં ભારે ઘટાડો 

જોકે વિશ્વ બજારમાં જે પ્રમાણે સોનાની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે તેને લીધે મૂલ્યની દ્રષ્ટિએ સોનાને લઈ ભારતની હિસ્સેદારીમાં ઘટાડો થયો છે. US ડોલરમાં ગણતરી કરીએ તો સપ્ટેમ્બર 2026ના અંત ભાગ સુધીમાં વિદેશી હૂંડિયામણમાં સોનાની હિસ્સેદારી 14 ટકા આસપાસ થઈ ગઈ છે.જે છ મહિના અગાઉ માર્ચ 2026માં 16.70 ટકા જેટલી હતી.

ભાવ 3550 ડોલરની રેન્જમાં આવ્યા

વૈશ્વિક સ્તરે સોનાની ચાલ અંગે વાત કરીએ તો કિંમતોમાં છેલ્લા છ મહિના દરમિયાન ભારે અફરા-તફરી જોવા મળી રહી છે. ગત સપ્ટેમ્બરમાં સોનાની સરેરાશ કિંમત આશરે 9 ટકા તૂટી પ્રતિ ઔંસ 4,319 ડોલર થયા છે. જ્યારે એપ્રિલ મહિનામાં આ ભાવ પ્રતિ ઔંસ 4700 ડોલર હતા. હવે આ ભાવ વધુ ગગડીને 3550 ડોલર આસપાસ કામ કરી રહ્યા છે.