Snakes and Ladders In Gold Price: વિશ્વ બજારમાં ભારે અફરા-તફરી વચ્ચે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે મંદી બાદ યુ-ટર્ન લઈ જોરદાર તેજી નોંધાવી છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ 26 નવેમ્બરે સવારના સમયે ઔંસદીઠ ભાવ 38 ડોલર તૂટી 3500 ડોલરની સપાટી ગુમાવી દીધી હતી, જોકે ત્યારબાદ નીચા લેવલથી તેજી નિકળતા 41 ડોલરનો ઉછાળો આવ્યો હતો. બજારના નિષ્ણાતોના મતે અમેરિકામાંથી આવેલા ડેટાને જોતા વ્યાજ દરો વધવાની દહેશતને લીધે સોનું ગગડ્યું હતું, જોકે નીચા લેવલથી વેલ્યુ બાઇંગ જોવા મળ્યું હતું.
પહેલા ગગડ્યું અને બાદમાં વધ્યું
નિષ્ણાતોના મતે અમેરિકાના અર્થતંત્રમાંથી જે આંકડા સામે આવ્યા તેણે વ્યાજ દરોમાં વધારો થાય તેવી ચિંતાનું સર્જન કર્યું હતું. જોકે ત્યારબાદ તીવ્ર કડાકા બાદ કિંમતી ધાતુના ભાવ 3500 ડોલરની સપાટી ગુમાવી અત્યંત નીચે આવી ગયા હતા, આ સંજોગોમાં રોકાણકારોએ નીચે લેવલથી નવી પોઝીશન બનાવી ખરીદી શરૂ કરી હતી. બજાર માટે 3500 ડોલરની સપાટી અત્યંત મહત્વની હતી, જેને અત્યારે તો બચાવી લીધુ છે. નીચા સ્તર પર ખરીદી વચ્ચે બજારે વ્યાજ દરમાં વધારાની સ્થિતિને ડિસ્કાઉન્ટ કરી હતી.
સોનાના ભાવનો ઈતિહાસ શું કહે છે
જે પ્રકારે સોનાની કિંમતોમાં સળંગ મંદીની સ્થિતિ જોવા મળી છે તેને જોતા હવે આ લેવલથી કિંમતોમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી જણાય છે. ઈતિહાસિક આંકડા પ્રમાણે માર્ચ 2022થી લઈ વર્ષ 2023ના મધ્ય ભાગ સુધી વ્યાજ દરો વધ્યા હતા અને તે સમયે સોનાની કિંમતોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. ત્યારપછીના વર્ષમાં સોનાની કિંમતોમાં આશરે 25 ટકા ઉછાળો આવ્યો હતો. બજારના નિષ્ણાતો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ માટે 3400-3500 લેવલને અત્યંત મહત્વનું ગણે છે. આ લેવલ તૂટશે તો બુલિયન માર્કેટમાં મંદી વધુ ઘેરી બની શકે છે.
