Gold Price Outlook:સોનાના ભાવની દિશા અને દશા હવે આ ત્રણ તારીખથી નક્કી થશે, જાણો આ માહિતી

બુલિયન માર્કેટમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ તેની નવી ઊંચી સપાટીથી ઐતિહાસિક કડાકો નોંધાવ્યો છે અને રૂપિયા 1.83 લાખની સપાટીથી અત્યારે રૂપિયા 1.30 લાખ પ્રતી 10 ગ્રામ ભાવ આસપાસ કામકાજ કરી રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Nov 2026 12:30 PM (IST)Updated: Wed, 25 Nov 2026 12:30 PM (IST)
gold-price-outlook-3-crucial-dates-that-will-determine-the-next-big-move-in-gold-rates

Gold Price Outlook:બુલિયન માર્કેટમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ તેની નવી ઊંચી સપાટીથી ઐતિહાસિક કડાકો નોંધાવ્યો છે અને રૂપિયા 1.83 લાખની સપાટીથી અત્યારે રૂપિયા 1.30 લાખ પ્રતી 10 ગ્રામ ભાવ આસપાસ કામકાજ કરી રહ્યું છે. અલબત બજારમાં રિકવરી જોવા મળશે કે નહીં તે અંગે ત્રણ મહત્વના ઘટનાક્રમ આગામી એક પખવાડિયામાં દિશા અને દશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ માટે રોકાણકારો નવેમ્બર મહિનામાં આજની એટલે કે 25 નવેમ્બર ઉપરાંત 4 તથા 9 ડિસેમ્બરનો સમય મહત્વનો છે.

આજનો દિવસ સોના માટે કેમ છે મહત્વનો

આજે એટલે કે 25 નવેમ્બરના દિવસે અમેરિકાના પર્સનલ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર એટલે કે PCE જાહેર કરવામાં આવશે. જે અમેરિકી અર્થતંત્રમાં મોંઘવારી એટલે કે ફુગાવાની સ્થિતિ ઉપરાંત અમેરિકાના ફેડરલ રિઝર્વ કેવી વલણ અપનાવશે તે અંગે નિર્ણય લઈ શકે છે.

4 ડિસેમ્બર અને 9 ડિસેમ્બર કેમ મત્વની તારીખો છે

ડિસેમ્બર મહિનાની 4 ડિસેમ્બર અને 9 ડિસેમ્બરની તારીખે અમેરિકામાંથી જ મહત્વની માહિતી જાહેર થશે, જેના પર સમગ્ર વિશ્વની નજર રહેલી હશે. હકીકતમાં 4 ડિસેમ્બર 2026ના રોજ અમેરિકાના લેબર માર્કેટ તરફથી અહેવાલ જાહેર થશે. જો આ અહેવાલમાં આંકડા નબળા રહેશે તો સોનાની માંગ અથવા કિંમતમાં વધારો થઈ શકે છે. જે સોનાની કિંમતને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. એવી જ રીતે અમેરિકાની મધ્યસ્થ બેન્ક US ફેડરલ રિઝર્વ પણ 9 ડિસેમ્બરની રાત્રીના સમયે તેના ચાવીરૂપ દરો અંગે મહત્વનો નિર્ણય કરશે. જો વ્યાજ દરોને યથાવત રાખવામાં આવે છે અને વ્યાજ દર વધારવાના કોઈ સંકેત નથી આપતી તો સોનાના ભાવમાં ભારે તેજી આવી શકે છે. પણ જો વ્યાજ દર વધારવામાં આવશે તો સોના માટે વધુ કપરી પરિસ્થિતિ આગળ વધી શકે છે.

સોનાના ભાવમાં 

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઈરાન-અમેરિકા યુદ્ધને લીધે વિશ્વભરમાં મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી અને ક્રુડ ઓઈલના ભાવ વધ્યા હતા, જેને લીધે સોનાની કિંમત પર ભારે દબાણ જોવા મળ્યો હતો.