Gold Price News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનું નહીં ખરીદવા અંગે જે અપીલ કરવામાં આવી હતી તે અસરકારક સાબીત થઈ છે અને આ અંગે CTI દ્વારા PM મોદીની પત્ર લખીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. વ્યાપારીક સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્સ્ટ્રીઝ (CTI)ની માહિતી પ્રમાણે સંગઠન દ્વારા આજે એટલે કે 22મી નવેમ્બરના રોજ PM મોદીને પત્ર લખવામાં આવ્યો છે અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની બિનજરૂરી ખરીદી નહીં કરવા જે અપીલ કરવામાં આવેલી તેને લીધે જ્વેલર્સ, કારોબારીઓ અને રોકાણકારોને સંભવિત નુકસાનથી બચવામાં મદદ મળી હતી.
છેલ્લા છ મહિનામાં સોનામાં મોટો ઘટાડો
અલબત અગ્રણી સંસ્થા CTI પ્રમાણે છેલ્લા છ મહિના દરમિયાન સોનાનાના ભાવ રૂપિયા 1.90 લાખ 10 ગ્રામ સપાટીથી 22 નવેમ્બરના રોજ ભાવ ગગડીને પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1.25 લાખ પહોંચી ગયું છે. આ દ્રષ્ટિએ પ્રતિ 10 ગ્રામ ભાવ રૂપિયા 65 હજાર ઘટાડો થયો છે.
અનેક હિતધારકો મોટા નુકસાનથી બચી ગયા
આ દરમિયાન સોનાની કિંમતોમાં ભારે વધઘટની અસર અનેક હિતધારકોને થાય છે, તેમાં જ્વેલર્સ ઉપરાંત બિઝનેસમેન અને ખરીદદારોનો પણ સમાવેશ થાય છે.આ અવધી દરમિયાન જે પણ લોકોએ સોનાની ખરીદી કરી હશે તેમણે ભારે નુકસાન થઈ શકે છે. આ સંજોગોમાં PM મોદીની અપિલ અને લોકોને મોટા નુકસાનથી બચાવી બચતના દ્રષ્ટિકોણથી લાભદાયક સાબિત થઈ છે.
વિદેશી હૂંડિયામણ ભંડોળ પર ભારે દબાણ
આ સંજોગોમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળ પર ભારે દબાણની અસર મળી શકે છે અને આ સંજોગોમાં ભારત તેની સોની માંગને લઈ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. દરમિયાન સોનાની વધારે ખરીદીથી વિદેશી હૂંડિયામણ દેશમાંથી બહાર જાય છે અને તેને લીધે ભારતીય રૂપિયા પર ભારે દબાણ જોવા મળી હતી. ભારતની ઈમ્પોર્ટ બિલમાં સોનાની સ્થાનિક માંગનો મોટો હિસ્સો આયાત મારફતે પૂરા કરે છે.
