PM મોદીનું યુવાનોને આહવાન- 'કાગળની ડિગ્રી કરતાં હુનરની માંગ વધશે, 2027માં નોઈડામાં વર્લ્ડ સ્કિલ્સ એશિયા સ્પર્ધા યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં યુવાનોને સંબોધતા કૌશલ્ય વિકાસના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જાહેરાત કરી કે ભારત 2027માં ગ્રેટર નોઈડામાં 'વર્લ્ડ સ્કિલ્સ એશિયા' સ્પર્ધાનું આયોજન કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Nov 2026 09:04 PM (IST)Updated: Sat, 21 Nov 2026 09:04 PM (IST)
pm-modi-addresses-youth-in-lucknow-demand-for-skills-will-surpass-paper-degrees


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લખનૌમાં યોજાયેલા પાંચમા રાષ્ટ્રીય કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં સંબોધન આપતા દેશના યુવાનો તેમજ કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ) ના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પોતે ઉત્તર પ્રદેશના સાંસદ હોવાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, દેશના વિવિધ ભાગોમાંથી પધારેલા યુવા સાથીઓને આવકારવાની તક મળવી એ તેમના માટે ગૌરવ અને સૌભાગ્યની ક્ષણ છે. તેમણે વધુમાં કહ્યું કે, આગામી સમયમાં માત્ર કોટ-પેન્ટ પહેરીને ફરનારા લોકો કરતા કૌશલ્ય (હુનર) ધરાવતા યુવાનોની માંગ વધુ રહેવાની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ લખનઉમાં આયોજિત પાંચમાં કૌશ્યલ દિક્ષાંત સમારોહમાં પોતાના સંબોધનમાં દેશના યુવાનો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે સ્કિલ ડેવલોપમેન્ટ પર ભાર મૂકતાં આગામી વર્ષે ભારત એશિયાની સૌથી વિશાળ સ્કિલ કોમ્પિટિશનની યજમાની કરશે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આયોજિત થનારા આ વૈશ્વિક મંચ પર દેશ અને વિદેશના લાખો પ્રતિભાશાળી યુવાનો પોતાની સ્કિલ રજૂ કરશે.

ઉત્તર પ્રદેશના નોઈડામાં વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશનનું આયોજન

યુવા વર્ગને ખાસ સંદેશ આપતા PM મોદીએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના નવયુવાનો માટે એક આનંદના સમાચાર છે. વર્ષ 2027માં ભારત 'વર્લ્ડ સ્કિલ્સ એશિયા' સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેમાં સમગ્ર એશિયા ખંડમાંથી યુવા પ્રતિભાઓ ભાગ લેવા આવશે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ખાતે યોજાશે.

રાજ્યમાં આવેલા બદલાવનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને ઉમેર્યું કે, અગાઉ એક સમય એવો હતો જ્યારે અહીંના યુવાનો માટે રોજગાર અને વિકાસની તકો મર્યાદિત હતી. જોકે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ અને ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી આજે રાજ્યની તસવીર બદલાઈ ગઈ છે.

હાલ ઉત્તર પ્રદેશના નાગરિકો ગૌરવ સાથે કહી શકે છે કે, તેમનું રાજ્ય હવે આધુનિક એક્સપ્રેસવેનું હબ બની ગયું છે અને અહીં પ્રવાસન ક્ષેત્રે પણ ઝડપી પ્રગતિ થઈ રહી છે. 'ઓપરેશન સિંદૂર'માં દુશ્મનોના હોશ ઉડાવી દેનારી ઘાતક બ્રહ્મોસ મિસાઈલનું નિર્માણ પણ હવે ઉત્તર પ્રદેશની ધરતી પર થઈ રહ્યું છે.

જમાનો બદલાયો, શુટ-બુટમાં સજ્જ કરતાં સ્કિલ ધરાવતા યુવાનોની ભારે માંગ


PM મોદીએ યુવા પેઢીને પ્રેરણા આપતા ઉચ્ચ લક્ષ્યો નક્કી કરવા અને તેને હાંસલ કરવા માટે અથાગ પરિશ્રમ કરવા આહ્વાન કર્યું હતું. આજે જમાનો બદલાઈ ચૂક્યો છે. સર્ટિફિકેટ અને ડિગ્રીઓ લઈને શુટ-ટાઈ પહેરીને ફરનારા કરતાં વધુ સ્કિલ ધરાવતા લોકોની માંગ વધવા જઈ રહી છે. આ સાથે જ યુવાનોનો આત્મવિશ્વાસ વધારતા વડાપ્રધાને ખાતરી આપી કે, તમારા સપનાઓની સફરમાં તમે ક્યારેય એકલા નથી, હું દરેક ડગલે તમારી સાથે ઊભો છું.

મોદીજી તમારી સલાહ માનીને સોનું ના ખરીદ્યું અને અમારા પૈસા બચી ગયા

સોનાના તૂટી રહેલા ભાવનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું કે, આજથી એક વર્ષ પહેલા મેં દેશવાસીઓને સોનું ના ખરીદવા માટેનો આગ્રહ કર્યો હતો. અગાઉ જ્યારે લાલ બહાદૂર શાસ્ત્રીએ સંકટના સમયમાં દેશવાસીઓને એક ટંકનું ભોજન છોડવાનું આહવાન કર્યું અને સમગ્ર દેશવાસીઓએ તેમની વાત માની હતી. આજે પણ દેશવાસીઓનું ચરિત્ર્ય એવું જ છે.

મારા આગ્રહ બાદ એક વર્ષ સુધી દેશવાસીઓએ સોનું ખરીદવાનું ઓછું કરી નાંખ્યું, જેના પરિણામે આજે સોનાના ભાવ ધડામ થઈ ગયા છે. આજે લોકો મને કહી રહ્યા છે, મોદીજી અમે તમારી સલાહ માની અને અમારા પૈસા બચી ગયા.