Gold Price Fix: ભારતીય બજારોમાં સોનાની કિંમતોમાં કેવી રીતે નક્કી કરી શકાય છે તે વિશે જાણો

Gold Price Fix: સામાન્ય રીતે ભારતમાં સોનાના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર સાથે સંકળાયેલ અનેક પરિબળો અસર કરતાં હોય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 22 Nov 2026 12:16 PM (IST)Updated: Sun, 22 Nov 2026 12:16 PM (IST)
gold-price-fix-learn-how-gold-prices-are-determined-in-indian-markets
Gold-Adulteration-1795142840325.webp

Gold Price Fix: સામાન્ય રીતે ભારતમાં સોનાના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર સાથે સંકળાયેલ અનેક પરિબળો અસર કરતાં હોય છે. તેમાં ડોલર અને રૂપિયાની ચાલ, કરવેરા સંબંધિત બાબતો. વિશ્વ બજારોમાં જ્યારે સોનાની કિંમતોમાં ફેરફાર થાય છે ત્યારે ભારતીય બજારોમાં પણ તેની અસર જોવા મળતી હોય છે.

જ્વેલર્સ અને તથા ગોલ્ડ બિઝનેસ 

ભારતમાં સામાન્ય રીતે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દેશના જ્વેલર્સ અને તથા ગોલ્ડ બિઝનેસ સાથે સંકળાયેલ કિંમતો નક્કી કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાથે MCX પર સોનાને લગતા વિવિધ મહિના માટેના વાયદા થતા હોય છે અને બજારની અપેક્ષા જોવા મળે છે અને ભારતમાં સોનાના ભાવ નક્કી કરવામાં મદદ મળે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં LBMA અને COMEX

આંતરરાષ્ટ્રીય બજારમાં LBMA અને COMEX પર થતા કામકાજની ભાવ પર અસર જોવા મળે છે. વૈશ્વિક બજારોમાં ડોલર-રૂપિયામાં જે કામકાજ થયા છે તે દ્રષ્ટિએ પણ ભારતીય બજારમાં અસર જોવા મળે છે. જો રૂપિયો નબળો પડે તેવા સંજોગોમાં ભારતીય બજારમાં સોનાના ભાવ મોંઘા થઈ શકે છે. બીજીબાજુ વિદેશમાંથી ભારતમાં જે સોનું આવે છે તે વિવિધ બજારો સુધી પહોંચાડવામાં આવે છે અને તેમાં ટ્રાન્ઝેક્શન, વીમો, સુરક્ષા અને સોનાની કિંમતનો સમાવેશ થાય છે.

વેચાણ સમયે GST

આ સંજોગોમાં ઈમ્પોર્ટ ડ્યુટી તથા કરવેરા સંબંધિત સ્થિતિ પણ સોનાની માંગને અસર કરે છે. વેચાણ સમયે GST લગાવવામાં આવે છે અને આ દરોમાં સોનાના વેચાણને લઈ સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. અત્રે ઉલ્લેખનય છે કે સોનાની કિંમતોમાં તાજેતરના સમયમાં ભારે ઘટાડો થયો છે. ભૂરાજકિય અસ્થિરતા વચ્ચે સોના અને ચાંદી બન્નેની કિંમતોમાં ભારે ધોવાણ થયું છે.