Gold-Silver ETFs crash:ભારતીય બુલિયન માર્કેટમાં સતત ગંભીર બની રહેલી મંદી વચ્ચે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં મોટો કડાકો બોલાયો છે અને આજે ફરી એક વખત કિંમતોમાં આશરે પાંચ ટકા ભાવ તૂટ્યા છે. સીલ્વર ETFમાં આશરે 6 ટકાનો ઘટાડો થયો છે, તેને પગલે સિલ્વર ETF ગગડીને છેલ્લા એક વર્ષના તળીયે પહોંચી ગયા છે. વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં થયેલી ભારે ખુવારી વચ્ચે આજે પણ ઘટાડાનો દોર આગળ વધ્યો હતો અને કિંમતો આશરે ચાર ટકા તૂટી 3600 લેવલની સપાટી ગુમાવી દીધી હતી. ચાંદીના વાયદામાં પણ આશરે છ ટકાનો ઘટાડો થયો છે અને તે 42 ડોલરની સપાટી ગુમાવી દીધી છે.
નિપ્પોન ઈન્ડિયા ગોલ્ડ ETF 4.8 ટકા ગગડ્યો
બીજીબાજુ નિપ્પોન ઈન્ડિયા ગોલ્ડ ETF 4.8 ટકા તૂટી રૂપિયા 101, ICICI પ્રૃડેન્શિયલ ગોલ્ડ ETF, 360 વન ગોલ્ડ ETF અને એક્સિસ ગોલ્ડ ETF આશરે 5 ટકા ગગડી ગયા છે અને તે અનુક્રમે રૂપિયા 104, રૂપિયા 120 અને રૂપિયા 102 આવી ગયા છે.
સિલ્વર ETFની કિંમતોમાં પણ ભારે વેચવાલી
આ દરમિયાન સિલ્વર ETFની કિંમતોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. ICICI પ્રૃડેન્શિયલ સિલ્વર ETF, HDFC સિલ્વર ETF, SBI સિલ્વર ETFની કિંમતોમાં આશરે છ ટકાનો કડાકો આવ્યો છે અને તે અનુક્રમે રૂપિયા 149, રૂપિયા 142 અને રૂપિયા 146 પર આવી ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે સપ્તાહમાં સોના અને ચાંદીની કિંમતોમાં 20 ટકાથી વધારે કડાકો બોલાઈ ગયો છે. સોનામાં આશરે 25 ટકા તો ચાંદીમાં આશરે 20 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષના જાન્યુઆરી મહિના દરમિયાન કિંમતો ચાંદી 65 ટકા તો સોનું તેની ઊંચી સપાટીથી 37 ટકા ગગડી ગયા છે.
ગોલ્ડ અને સીલ્વર ETFમાં છેલ્લા ત્રણ મહિના ઘટાડો
ગોલ્ડ અને સીલ્વર ETFમાં છેલ્લા ત્રણ મહિનામાં જોઈએ તો આશરે 20 ટકાનો ઘટાડો થયો છે અને તેમની સર્વોચ્ચ સપાટીથી 33 ટકાનો ઘટાડો થયો છે. સિલ્વર ઈટીએફ પણ સર્વોચ્ચ સપાટીથી આશરે 35 ટકા ગગડી ગયા છે.
