Foreign Exchange Reserves:સતત 7માં સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણ ઘટ્યું, 720 અબજ ડોલરની નીચે આવી ગયું

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડો સતત સાતમાં સપ્તાહમાં છે. જોકે સમીક્ષા હેઠળના સપ્તાહ હરમિયાન વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ઘટાડો થવા પાછળ ફોરેન કરન્સી એસેટ એટલે કે FCAમાં ઘટાડો નહીં પણ સોનાની કિંમતોમાં જે ઘટાડો થયો તેની અસર જોવા મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 31 Oct 2026 10:49 AM (IST)Updated: Sat, 31 Oct 2026 10:52 AM (IST)
indias-foreign-exchange-reserves-declined-during-the-7th-week-falling-below-720-billion-dollar

Foreign Exchange Reserves:ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડો સતત સાતમાં સપ્તાહમાં છે. જોકે સમીક્ષા હેઠળના સપ્તાહ હરમિયાન વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ઘટાડો થવા પાછળ ફોરેન કરન્સી એસેટ એટલે કે FCAમાં ઘટાડો નહીં પણ સોનાની કિંમતોમાં જે ઘટાડો થયો તેની અસર જોવા મળી છે.

આ સપ્તાહ કેટલો થયો છે ઘટાડો 

ભારતીય રિઝર્વ બેન્ક(Reserve Bank Of India) તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલ આંકડાકીય માહિતી પ્રમાણે 23 ઓક્ટોબર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણમાં 1.269 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ એક સપ્તાહ અગાઉ 5.011 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

FCA માં પણ થયો વધારો 

રિઝર્વ બેન્ક તરફથી જાહેર કરવામાં આવેલ સાપ્તાહિક આંકડા પ્રમાણે 23 ઓક્ટોબર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતની વિદેશી મુદ્રા સંપતિ એટલે કે ફોરેન કરન્સી એસેટ્સમાં 1358 અબજ ડોલરનો વધારો થયો છે. આ એક સપ્તાહ અગાઉ તો તેમાં 5.758 અબજ ડોલરનો ભારે ઘટાડો થયો હતો. તાજેતરમાં વધારા બાદ FCA ભંડાર વધીને 593.205 અબજ ડોલર થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશની કૂલ વિદેશી મુદ્રા ભંડોળમાં વિદેશી મુદ્રા અસ્તિયા એટલે કે ફોરેન કરન્સી એસેટ(FCA) એક અત્યંત મહત્વનો ભાગ છે. ડોલરમાં રજૂ કરવામાં આવેલ વિદેશી હૂંડિયામણમાં યુરો, પોન્ડ, યેન જેવી બિન અમેરિકી કરનસીમાં થયેલ વધઘટની અસરનો સમાવેશ કરવામાં આવે છે.

gold રિઝર્વમાં થયો ઘટાડો

સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન સોનાની કિંમતોમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. તેને લીધે રિઝર્વ બેન્કના સોનાના ભંડારનું મૂલ્ય 2.650 અબડ ડોલર ઘટ્યું છે. તેના એક સપ્તાહ અગાઉ તેમાં 706 મિલિયન ડોલર વધારો થયો હતો. હવે સોનાનું વેલ્યુ ઘટીને 103.150 અબજ ડોલર થયું ચે. માર્ગ 2026ના અંત ભાગમાં RBI પાસે સોનાનો ભંડોળ 880.52 ટન હતું.