India's Forex Reserves:પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતનું વિદેશી હૂંડિયામણ (Indian Foreign Exchange) સતત ચોથા સપ્તાહ ઘટ્યું છે. 2 ઓક્ટોબર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી હૂંડિયમણમાં આશરે 13 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેની અગાઉના ત્રણ સપ્તાહ દરમિયાન અનુક્રમે 18 અબજ ડોલર, 15 અબજ ડોલર અને 5 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આમ છેલ્લા ચાર સપ્તાહ એટલે કે આશરે એક મહિનામાં ભારતના વિદેશી હૂંડિયામણમાં આશરે 51.1 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જોકે 4 સપ્ટેમ્બર 2026 સુધી સતત 10 સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણમાં વધારો થયો હતો.
FCA ફંડોળમાં પણ નોંધપાત્ર ઘટાડો
આ પણ વાંચો
રિઝર્વ બેંક (RBI) તરફથી જાહેર સાપ્તાહિક આંકડા પ્રમાણે 2 ઓક્ટોબર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણની એસેટ એટલે કે Foreign Currency Assetમાં 10.664 અબજ ડોલર ઘટાડો થયો છે. આ અગાઉના સપ્તાહમાં તે 15.570 અબજ ડોલર ઘટ્યું છે. તાજેતરની માહિતી પ્રમાણે FCA ભંડોળ 604.747 અબજ ડોલર રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશની કૂલ વિદેશી મુદ્રા ભંડોળમાં વિદેશી મુદ્દાની અસ્કાયામત એટલે કે ફોરેન કરન્સી એસેટ(FCA) એક મહત્વનો હિસ્સો ધરાવે છે. ડોલરમાં દર્શાલવામાં આવતી વિદેશી ચલણ અસ્કયામતોમાં યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન અમેરિકી ચલણમાં થતી વધઘટનો પણ સમાવેશ થાય છે.
Gold રિઝર્વ પણ ગગડ્યો
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન રિઝર્વ બેંકના સોનાના ભંડોળનું મૂલ્ય 2.288 અબજ ડોલર ઘટાડો થયો છે. તેના એક સપ્તાહ અગાઉ તે 2.591 અબજ ડોલર ઘટાડો થયો હતો. હવે સોનાના ભંડોળની વેલ્યુ ઘટીને 106.413 અબજ ડોલર રહી ગઈ છે. નોંધપાત્ર છે કે માર્ચ 2026ના અંતમાં RBI પાસે 880.52 ટન સોનું હતું. જે કુલ વિદેસી એક્સચેન્જ રિઝર્વનો આશરે 16.7 ટકા હિસ્સો હતો.
SDRમાં વધારો થયો
રિઝર્વ બેંકના આંકડા પ્રમાણે વીતેલા સપ્તાહમાં ભારતના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ એટલે કે SDRમાં 15 મિલિયન ડોલર વધારો થયો છે. આ અગાઉ તેમાં 97 મિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. હવે કૂલ SDR ભંડોળ વધીને 18.656 અબજ ડોલર થઈ ગયું છે.
