China Gold News: ચીન સોનાને લઈ મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. દેશની મધ્યસ્થ બેંકે સપ્ટેમ્બરમાં સતત 23માં મહિને પોતાના સોનાના ભંડોળમાં વધારો કરી રહ્યું છે. બીજીબાજુ વિશ્વના અનેક દેશો મોટા વિદેશી હૂંડિયામણ ભંડોળ ધરાવતા ચીનનું વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સપ્ટેમ્બર મહિનામાં અપેક્ષા કરતાં વધારે ઘટાડો થયો છે. મધ્યસ્થ બેંકની આંકડાકીય માહિતી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ચીનનો સોનાનો જથ્થો વધીને 77.47 મિલિયન ફાઈન ટ્રોય ઔંસ થઈ ગયો છે.
ચીનમાં સોનાની ખરીદીને લઈ મોટો ખેલ
ચીનની મધ્યસ્થ બેંક સપ્ટેમ્બર મહિનામાં તેના સંગ્રહમાં ફરી એક વખત વધારો કરી રહી છે. આ સાથે જ ચીન તરફથી સોનાની ખરીદીનું પ્રમાણ સતત 23માં મહિને યથાવત છે. મધ્યસ્થ બેંક તરફથી બુધવારી જાહેર આંકડાકીય માહિતી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં સોનાનો જથ્થો 77.47 મિલિયન ફાઈન ટ્રોય ઔંસ વધી ગયો છે. ઓગસ્ટ મહિનામાં તે 76.73 મિલિયન ઔંસ હતો. ચીન તરફથી સતત સોનાની ખરીદી કરીને વૈશ્વિક ચલણ અને નાણા બજારોમાં ફેરફારો વચ્ચે પોતાના ભંડારમાં વિવિધતા લાવવાને લઈ સતત પ્રયત્ન થઈ રહ્યો છે.
બીજી બાજુ ચીનના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ઘટાડો થયો છે. મધ્યસ્થ બેંકની આંકડાકીય માહિતી પ્રમાણે સપ્ટેમ્બરના અંતમાં ચીનનું વિદેશી હૂંડિયામણ 3.400 ટ્રિલિયન ડોલર રહ્યું છે. ઓગસ્ટના અંતમાં આ 3.438 ટ્રિલિયન ડોલર રહ્યું હતું. આ ઘટાડો અર્થશાસ્ત્રીઓની અપેક્ષાથી વધારે રહી છે. રોયટર્સના એક સર્વે પ્રમાણે સપ્ટેમ્બરના અંત સુધી ચીનના વિદેશી હૂંડિયામણ ભંડોળ 3.420 ટ્રિલિયન ડોલર રહેવાનો અંદાજ છે.
