China Gold Imports:સોનાને લઈ ચીન તરફથી મહત્વની માહિતી સામે આવી છે. ચીને વિશ્વના બુલિયન માર્કેટમાંથી જુલાઈ દરમિયાન સત્તાવાર રીતે મોટાપાયે સોનાની ખરીદી કરી છે.
ચીનની સેન્ટ્રલ બેન્ક પીપુલ્સ બેંક ઓફ ચાઈનાએ જુલાઈ મહિનામાં તોના સોનાના ભંડારમાં 20 ટન સોનાનો ઉમેરો કર્યો છે. આ સાથે જ ચીનની મધ્યસ્થ બેંક પાસે સત્તાવાર રીતે સોનાનો ભંડાર વધીને 2,366 ટન થઈ ગયો છે,જે ચીનના કૂલ વિદેશી હૂંડિયામણ ભંડોળમાં 8 ટકા જેટલી હિસ્સેદારી ધરાવે છે.
ચીને જુલાઈમાં 20 ટન સોનું ખરીદ્યું
પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ જુલાઈ મહિનામાં તેના સોનાના ભંડારમાં 20 ટનનો વધારો કર્યો છે, આ સાથે જ ચીનની મધ્યસ્થ બેંક પાસે અધિકૃત રીતે 2,366 ટન સોનાનો ભંડાર થઈ ગયો છે. ઓક્ટોબર 2023 બાદ જુલાઈમાં ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા આ સૌથી વધારે માસિક ધોરણે સોનાની ખરીદી કરવામાં આવી છે.
આ સાથે જ ચીનની મધ્યસ્થ બેંક સોનાની સતત 21 મહિનાથી ખરીદી કરી રહી છે, જે અત્યાર સુધીમાં સૌથી લાંબી અવધિ સુધી ચીન દ્વારા સોનાની ખરીદીના વલણને દર્શાવે છે. આ ઉપરાંત તાજેતરમાં વિશ્વ બજારમાં સોનાની કિંમતોમાં જે ઘટાડો થયો તેનો ચીન દ્વારા ભરપૂર લાભ લેવામાં આવ્યો છે.
જૂન મહિનામાં ચીનની સોનાની આયાત 152 ટન થઈ
મળેલી આંકડાકીય માહિતી પ્રમાણે જૂન મહિનામાં ચીનની ચોખ્ખા સોનાની આયાત 152 ટન રહી છે. તે મે મહિનાની તુલનામાં 2 ટન વધારે હતી. તે માર્ચ 2024 બાદ ચીનની માસિક ધોરણે સોનાની સૌથી વધારે આવક રહી છે.
જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન ચીન દ્વારા કૂલ 764 ટન સોનાની આયાત કરવામાં આવી છે. તે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 138 ટકા વધારે હતી. આ દરમિયાન રોકાણ માટે સોનાની ખરીદી મજબૂત રહી છે.
