China Actions In Gold:વિશ્વ જ્યાં યુદ્ધ અને તેની દહેશત વચ્ચે ઘેરાયેલું છે ત્યારે ચીન (China Gold Purchase) ચુપચાપ સતત સોનાની મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યું છે. People's Bank Of China દ્વારા સતત 17માં મહિને મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી છે.
ચીનનો માર્ચ મહિનાના અંત ભાગ સુધીમાં સોનાનો રિઝર્વ વધીને 74.38 મિલિયન ટ્રૉય ઓંસ થઈ ગયો છે. જોકે આ બાબતમાં સૌથી મહત્વની બાબત એ છે કે સોનાનું પ્રમાણ ચોક્કસ વધ્યું છે, પણ કૂલ વેલ્યુમાં ઘટાડો થયો છે. ચીન એક એવી વ્યૂહરચના તૈયાર કરતું જોવા મળી રહ્યું છે કે જેને લઈ તે કોઈ ઉતાવળમાં નથી. તે કોઈ ખાસ જાહેરાતો કરી રહી નથી અને ન તો બજારને કોઈ રીતે ચોંકાવવાનો પ્રયત્ન કરી રહ્યું.
People's Bank Of China દ્વારા છેલ્લા 17 મહિનાથી સતત ગોલ્ડની ખરીદી કરી રહી છે. દર મહિને થોડા-થોડા પ્રમાણમાં ચીન હવે 74.38 મિલિયન ફાઈન ટ્રૉય ઔંસ સુધી પહોંચી ગયું છે. ફેબ્રુઆરી મહિનામાં તે 74.22 મિલિયન હતું, એટલે કે માર્ચ મહિનામાં પણ ખરીદી જાળવી રાખવામાં આવી રહી છે.
હવે જ્યારે આ તસવીર સ્પષ્ટ રીતે તથા ધ્યાનથી જોવામાં આવે તો એક બાજુ સોનાનો ભંડાર વધી રહ્યો છે, જોકે બીજી બાજુ તેની કૂલ કિંમત ઘટી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં ચાનની ગોલ્ડ રિઝર્વની વેલ્યુ 387.59 અબજ ડોલર હતી, જે માર્ચમાં ઘટીને 342.76 અબજ ડોલર થઈ ગઈ છે.
જો કિંમતના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એવું લાગે છે કે નુકસાન થયું છે. પણ તેને વ્યૂહાત્મક રીતે જોવામાં આવે તો તસવીર બિલકુલ અલગ જ દેખાય છે.
હકીકતમાં ચીન ભવિષ્ય માટે તૈયારી કરી રહ્યું છે. તે પોતાના ફોરેક્સ રિઝર્વને ફક્ત ડોલર પર જ આધાર રાખવા ઈચ્છતું નથી.
