Ration Card Update: ધક્કા ખાધા વિના રાશન કાર્ડમાં ઑનલાઈન પરિવારના નવા સભ્યનું નામ ઉમેરો, આ રહી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

નવા જન્મેલા બાળકનું નામ ઉમેરવા માટે તેનું બર્થ સર્ટિફિકેટ તેમજ ઘરમાં લગ્ન બાદ આવેલી મહિલાનું નામ ઉમેરવા મેરેજ સર્ટિફિકેટની જરૂર પડશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 19 Dec 2024 09:01 PM (IST)Updated: Thu 19 Dec 2024 09:01 PM (IST)
ration-card-update-how-to-easily-add-a-new-family-members-name-online-in-gujarat-447627
HIGHLIGHTS
  • ઑનલાઈન પ્રોસેસ પૂરી થયા બાદ મહિનામાં નવા સભ્યનું નામ ઉમેરાઈ જશે

Gujarat Ration Card Update: રાશન કાર્ડ માત્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતું સસ્તું અનાજ મેળવવા પુરતુ જ નથી, પરંતુ તે તમારી ઓળખનો એક અગત્યનો પુરાવો પણ છે. આ રાશન કાર્ડ પરિવારના મોભીના નામે જારી કરવામાં આવે છે, જેમાં પરિવારના તમામ સભ્યોના નામ સામેલ હોય છે. જો પરિવારમાં કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા પરિવારનો કોઈ પુરુષ લગ્ન બાદ ઘરમાં પત્ની લાવે તો તે નવા સભ્યનું નામ પણ રાશન કાર્ડમાં એડ કરાવવું જરૂરી બની જાય છે.

રાશન કાર્ડમાં પરિવારના નવા સભ્યનું નામ ઑનલાઈન અને ઑફલાઈન બન્ને રીતે સામેલ કરી શકાય છે. જો કે ઑફલાઈન નામ એડ કરવામાં ઘણી વખત અરજદારોને ધક્કા ખાવા પડે છે અને તેમાં તેમનો સમય પણ બગડે છે. એવામાં આજે અમે તમને રાશન કાર્ડમાં ઑનલાઈન નામ એડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિસ વિશે માહિતગાર કરીશું.

જરૂરી ડૉક્યુમેન્ટ
પરિવારના મોભીનું આધારકાર્ડ હોવું જ જોઈએ. આ સિવાય જો પરિવારમાં કોઈ બાળક જન્મ્યુ હોય, તો તેનું રાશન કાર્ડમાં નામ ઉમેરવા માટે તેના જન્મના દાખલાની જરૂર પડશે. આવી જ રીતે લગ્નની સ્થિતિમાં મેરેજ સર્ટીફિકેટ હોવું જરૂરી છે. તેમજ ફોટા પણ જોઈશે.

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ:

  • તમારે તમારા રાજ્યની પૂરવઠા વિભાગની વેબસાઈટ પર જવું પડશે
  • અહીં રાશન કાર્ડમાં New Member Addનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે
  • હવે જે ફોર્મ ખુલે તેમાં એક પછી એક વિગતો ધ્યાનથી ભરવાની રહેશે
  • જે બાદ માંગવામાં આવેલા ડૉક્યુમેન્ટ અપલોડ કરવા પડશે
  • હવે અરજી માટે નિયત કરેલી ફી ચૂકવવાની રહેશે. (એપ્લિકેશન ફી દરેક રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોય છે)
  • જે બાદ અરજી સબમીટ કરવાની રહેશે

આ અરજી સબમીટ કર્યા બાદ અધિકારીઓ દ્વારા તમારી અરજી અને તમામ ડૉક્યુમેન્ટ વેરિફાઈ કરવામાં આવશે. જે બાદ નવા સભ્યનું નામ ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયા પૂરી થતાં 15 થી 30 દિવસનો સમય લાગી શકે છે.

જો તમે રાશનકાર્ડમાં ઑફલાઈન પરિવારના સભ્યોના નામ ઉમેરવા માંગતા હોવ તો તમારે ઉપર જણાવ્યા પ્રમાણેના ડૉક્યુમેન્ટ લઈને સ્થાનિક પૂરવઠા વિભાગની ઑફિસમાં જવું પડશે. જ્યાંથી આપવામાં આવતું ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ એટેચ્ડ કરીને અરજી કરવાની રહેશે.