8th Pay Commission DA Hike: તાજેતરમાં જ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યાર બાદ સમગ્ર દેશમાં 8માં પગાર પંચની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ 8માં પગાર પંચની ભલામણોની કાગડોળે રાહ જઈ રહ્યા છે, ત્યારે તેમની તેટલી જ નજર મોંઘવારી ભથ્થા ઉપર પણ છે. એવામાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે.
હકીકતમાં ગત 18 જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2026ના પ્રથમ છ માસિક માટે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ (DA) 2 ટકા વધારી દીધુ હતુ.આ સાથે જ હવે કુલ મોંઘવારી ભથ્થુ વધીને 60 ટકા થઈ ગયું છે.
હવે કેન્દ્રીય કર્મચારીઓ વર્ષના બીજા છ માસિક માટે મોંઘવારી ભથ્થાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. 8મા પગારપંચના ગાળામાં આ બીજી વખત થશે, જ્યારે સરકાર મોંઘવારી ભથ્થા પર કોઈ નિર્ણય લેશે. તો ચાલો સમજીએ વર્ષના બીજા છ માસિકમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ (DA) કેટલું વધી શકે છે અને તેની જાહેરાત ક્યાં સુધીમાં થઈ શકે છે?
ઓક્ટોબરમાં જાહેરાતની શક્યતા
અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે જોઈએ તો, મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત આગામી સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે. હકીકતમાં જુલાઈથી સપ્ટેમ્બરના છ માસિક ભથ્થા પર સરકાર નવરાત્રીની આસપાસ કોઈ નિર્ણય લઈ શકે છે. આ વર્ષે નવરાત્રી ઓક્ટોબર મહિનામાં હોવાથી તે મહિનામાં સરકાર જાહેરાત કરી શકે છે.
મોંઘવારી ભથ્થામાં વધુ 2 થી 3 ટકા વધારાની શક્યતા
ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફૉર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-IW)ના પ્રાથમિક અંદાજ અનુસાર, જો જુલાઈ 2026 સુધી વર્તમાન મોંઘવારીનો દર યથાવત રહેશે, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 2 થી 3 ટકાનો વધારો જોવા મળી શકે છે.
હવે જો સરકાર DA 60 ટકાથી વધારીને 63 ટકા કરે છે, તો કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જે અંતર્ગત લેવલ-1માં રૂ.18 હજાર બેઝીક સેલેરી મેળવતા કર્મચારીઓને જાન્યુઆરી 2026માં 2 ટકા DA વૃદ્ધિ બાદ તેમને 360 રૂપિયા વધારાના મળતા હતા. હવે વધારાના 3 ટકાનો વધારો થવાથી મહિને 540 વધી છે.
