પરેશ ગોસ્વામીની આગાહીઃ 12 મેથી ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળશે, પારો 45 ડિગ્રીને પાર પહોચશે; 15 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા

હવે ગુજરાતમાં ધીમે-ધીમે પવનની ગતિમાં ઘટાડો થવાની સાથે-સાથે મહત્તમ તાપમાન ઉંચકાશે. જેના કારણે લ્હાય જેવી ગરમી માટે તૈયાર રહેવું પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 May 2026 12:09 AM (IST)Updated: Fri, 08 May 2026 12:09 AM (IST)
paresh-goswami-ni-agahi-heatwave-in-gujarat-from-may-12-temperature-to-cross-45-degrees
HIGHLIGHTS
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જતાં વરસાદનું જોર ઘટશે

Paresh Goswami Ni Agahi: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના હવામાનમાં નાટ્યાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. જેમાં ભરઉનાળે વાદળછાયાં વાતાવરણ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાના સંકેત આપ્યા છે.

વરસાદનું જોર અને પવનની ગતિ ઘટી જશે

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ચારેક દિવસથી થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને છૂટાછવાયા ઝાપટામાંથી હવે મુક્તિ મળશે. હકીકતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી ગયું હોવાથી આવનારા બે દિવસોમાં વરસાદનું જોર ઘટી જશે.

ગુજરાતમાં અત્યાર સુધી 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જો કે હવે પવનની ગતિ ઘટીને 15 થી 20 કિમી પ્રતિકલાકની થઈ જશે. પવનની ગતિ ઘટવાની સાથે જ તાપમાનમાં ઉત્તરોત્તર વધારો નોંધાશે.

ભીષણ ગરમી 15 વર્ષનો રેકોર્ડ તોડશે

અત્યારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રીની આસપાસ છે, તેમાં આવતીકાલે એટલે કે 8 મેથી દરરોજ 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આગામી 12 થી 17 મે દરમિયાન ગુજરાતમાં આકરી ગરમીનું મોજું ફરી વળશે.

આ સમયગાળામાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે, તો કેટલાક ભાગોમાં 45 ડિગ્રીને પણ પાર જવાની શક્યતા છે. આ ગરમી છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. જે બાદ 18 થી 20 મે દરમિયાન માવઠાની કોઈ શક્યતા નથી. આથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.