કેરળમાં વરીષ્ઠ કોંગ્રેસ નેતાએ ઑન કેમેરા ભેટવાનો પ્રયાસ કરતાં મહિલા ધારાસભ્ય બિન્દુ કૃષ્ણાએ તેમને દૂર હડસેલ્યા, જુઓ VIDEO

વિધાયક દળની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા મહિલા ધારાસભ્ય પ્રદેશ કાર્યાલયના પ્રવેશદ્વાર પર લોકોનું અભિવાદન કરતાં હતા, ત્યારે ચેરિયન ફિલિપે આગળ આવીને તેમને ગળે મળવાનો પ્રયાસ કર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 May 2026 12:02 AM (IST)Updated: Fri, 08 May 2026 12:02 AM (IST)
kerala-congress-leader-cherian-philip-attampt-hug-mla-bindu-krishna-on-camera-video-goes-viral
HIGHLIGHTS
  • સોશિયલ મીડિયા યુઝર્સે ચેરિયન ફિલિપની હરકતને વખોડી નાંખી

VIDEO VIRAL: કેરળ વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ કોંગ્રેસ નેતાઓનો ઉત્સાહ ચરમ પર છે, ત્યારે તિરુવનંતપુરમમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ચેરિયન ફિલિપ કોલ્લમ બેઠક પરથી ચૂંટાયેલા મહિલા ધારાસભ્ય બિન્દુ કૃષ્ણાને ભેટવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં લોકો કોંગ્રેસ નેતાની ટીકા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો વિધાયક દળની બેઠક સમયનો હોવાનું કહેવાય છે. બિન્દુ કૃષ્ણા વિધાયક દળની બેઠકમાં સામેલ થવા માટે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના પરિસરમાં પહોંચી અને બે હાથ જોડીને નેતાઓનું અભિવાદન કર્યું હતુ. આ દરમિયાન ચેરિયન ફિલિપ તેમને ગળે ભેટવા માટે આગળ વધ્યા હતા. જો કે ધારાસભ્યએ તરત જ તેમને પાછળ હડસેલીને આગળ જવાનો પ્રયાસ કર્યો હતો.

આ વીડિયોમાં આગળ ચેરિયન ફિલિપ ફરીથી મહિલા ધારાસભ્યની નજીક ઉભેલા જોઈ શકાય છે. જ્યારે બિન્દુ કૃષ્ણા હાથ જોડીને આગળ વધી રહયા છે. ખાસ વાત એ છે કે, આ ઘટના પાર્ટીના અન્ય નેતાઓ, પત્રકારો અને કેમેરા ક્રૂની હાજરીમાં થઈ હતી.

આ ક્લિપ જેવી ઑનલાઈન વાયરલ થઈ, તે સાથે જ યુઝર્સ ચેરિયન ફિલિપની ટીકા કરવા લાગ્યા. યુઝર્સે જણાવ્યું કે, મહિલા ધારાસભ્યની અકળામણ તેમની બૉડી લેંગ્વેજ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. ઘણાં લોકોએ આવી હરકત ના કરવી જોઈએ કે, જેથી કોઈ મહિલા ધારાસભ્ય ભોંઠી પડી જાય. ઘણાં લોકોએ જાહેર સ્થળો પર મહિલાઓનું સન્માન કરવાની શીખ આપણ આપી છે.

જ્યારે કેટલાક લોકોએ ઑનલાઈન મજાકમાં જણાવ્યું કે, પ્રદેશ કાર્યાલયના પ્રવેશદ્વારની વાયરલ ક્લિપ કરતાં નેતાઓએ વિધાયક દળની બેઠકના એજન્ડા પર જ ધ્યાન આપવું જોઈએ.