Airtel Recharge Plans: માત્ર ₹185થી શરૂ થાય છે એરટેલના સસ્તા રિચાર્જ પ્લાન, ડેટા વગર મળશે અનલિમિટેડ કોલિંગ અને SMS

Airtelના વૉઇસ ઓન્લી રિચાર્જ પ્લાનમાં ₹185થી શરૂ થતા વિકલ્પો મળે છે. જાણો 28 દિવસથી લઈને 365 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, SMS અને વધારાના ફાયદા વિશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 26 Nov 2026 08:39 AM (IST)Updated: Thu, 26 Nov 2026 08:39 AM (IST)
airtel-voice-only-recharge-plans-unlimited-calling-sms-without-data-starting-at-rs-185

Airtel Recharge Plans: જો તમે મોબાઇલમાં ઇન્ટરનેટનો વધારે ઉપયોગ કરતા નથી અને માત્ર કોલિંગ તથા SMS માટે રિચાર્જ કરાવવા માંગો છો, તો Airtelના વૉઇસ ઓન્લી પ્લાન તમારા માટે ઉપયોગી બની શકે છે. કંપનીના આ પ્લાનમાં મોબાઇલ ડેટા આપવામાં આવતો નથી, પરંતુ અનલિમિટેડ કોલિંગ અને SMSની સુવિધા મળે છે. ખાસ વાત એ છે કે આ પ્લાનની શરૂઆત માત્ર ₹185થી થાય છે. તો જાણીએ Airtelના આ રિચાર્જ પ્લાનમાં કેટલા દિવસની વેલિડિટી અને કયા વધારાના ફાયદા મળે છે.

Airtelના વૉઇસ ઓન્લી રિચાર્જ પ્લાનની કિંમત અને ફાયદા

Airtelના આ પ્લાન એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે, જેમને મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટાની જરૂર ઓછી પડે છે. કંપનીના પોર્ટફોલિયોમાં ₹185, ₹203 અને ₹206 જેવા ટૂંકી વેલિડિટી ધરાવતા પ્લાન ઉપરાંત 84 દિવસ અને એક વર્ષની વેલિડિટીવાળા વિકલ્પો પણ છે. 

રિચાર્જ પ્લાન

વેલિડિટી

કોલિંગ

SMS

વધારાના ફાયદા

₹185

28 દિવસ

અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલ

300

30 દિવસ માટે ફ્રી Hello Tunes

₹203

30 દિવસ

અનલિમિટેડ લોકલ, નેશનલ અને રોમિંગ કોલ

300

30 દિવસ માટે ફ્રી Hello Tunes

₹206

1 મહિનો

અનલિમિટેડ લોકલ, નેશનલ અને રોમિંગ કોલ

300

30 દિવસ માટે ફ્રી Hello Tunes

₹469

84 દિવસ

અનલિમિટેડ કોલિંગ

900

12 મહિના માટે Adobe Express Premium, Airtel Safe અને Hello Tunes

₹1,849

365 દિવસ

અનલિમિટેડ લોકલ, નેશનલ અને રોમિંગ કોલ

3,600

1 વર્ષ માટે Adobe Express Premium, Airtel Safe અને Hello Tunes

Airtelનો ₹185નો રિચાર્જ પ્લાન

Airtelનો ₹185નો પ્લાન ઓછા ખર્ચે મોબાઇલ નંબર ચાલુ રાખવા માંગતા ગ્રાહકો માટે એક વિકલ્પ છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં લોકલ, STD અને રોમિંગ કોલિંગ માટે અનલિમિટેડ સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહકોને કુલ 300 SMS મળે છે. કંપની આ પ્લાન સાથે 30 દિવસ માટે ફ્રી Hello Tunesની સુવિધા પણ આપે છે.

Airtelનો ₹203નો રિચાર્જ પ્લાન

જો તમે 30 દિવસની વેલિડિટી ધરાવતો પ્લાન શોધી રહ્યા છો, તો ₹203નો વિકલ્પ પસંદ કરી શકો છો. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ, નેશનલ અને રોમિંગ કોલિંગની સુવિધા મળે છે. સાથે જ 300 SMS અને 30 દિવસ માટે ફ્રી Hello Tunesનો લાભ આપવામાં આવે છે. આ પ્લાનમાં મોબાઇલ ડેટા સામેલ નથી.

Airtelનો ₹206નો રિચાર્જ પ્લાન

Airtelના ₹206ના પ્લાનમાં એક મહિનાની વેલિડિટી મળે છે. તેમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલિંગની સુવિધા સાથે 300 SMS આપવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહકોને 30 દિવસ માટે Hello Tunesનો લાભ મળે છે. જેમને ઇન્ટરનેટ કરતાં કોલિંગની વધુ જરૂર હોય તેમના માટે આ એક વિકલ્પ બની શકે છે.

Airtelનો ₹469નો રિચાર્જ પ્લાન

વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટથી બચવા માંગતા ગ્રાહકો માટે ₹469નો પ્લાન ઉપયોગી થઈ શકે છે. તેમાં 84 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને કુલ 900 SMS મળે છે. આ પ્લાનમાં મોબાઇલ ડેટા આપવામાં આવતો નથી. વધારાના ફાયદા તરીકે ગ્રાહકોને 12 મહિના માટે Adobe Express Premium સહિતની સુવિધાઓ મળે છે.

Airtelનો ₹1,849નો રિચાર્જ પ્લાન

Airtelના આ લિસ્ટમાં સૌથી લાંબી વેલિડિટી ધરાવતો ₹1,849નો પ્લાન પણ સામેલ છે. તેમાં એક વર્ષની એટલે કે 365 દિવસની વેલિડિટી મળે છે. આ દરમિયાન ગ્રાહકો અનલિમિટેડ લોકલ, નેશનલ અને રોમિંગ કોલિંગ કરી શકે છે. આ ઉપરાંત આખા વર્ષ માટે કુલ 3,600 SMS આપવામાં આવે છે. પ્લાન સાથે Adobe Express Premium જેવા વધારાના ફાયદા પણ મળે છે

કોના માટે ઉપયોગી છે Airtelના આ પ્લાન?

જે ગ્રાહકો પાસે ઘર અથવા ઓફિસમાં Wi-Fiની સુવિધા છે અને બહાર મોબાઇલ ડેટાનો ઉપયોગ ઓછો કરે છે, તેમના માટે આ વૉઇસ ઓન્લી પ્લાન ઉપયોગી બની શકે છે. ખાસ કરીને વડીલો અથવા એવા લોકો, જેઓ મુખ્યત્વે ફોન પર વાતચીત અને SMS માટે મોબાઇલનો ઉપયોગ કરે છે, તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે પ્લાન પસંદ કરી શકે છે.

જોકે, રિચાર્જ કરાવતા પહેલાં તમારા નંબર પર Airtel Thanks એપ અથવા સત્તાવાર વેબસાઇટમાં પ્લાનની ઉપલબ્ધતા અને લાભો ચકાસી લેવા જોઈએ.