Jio, Airtel અને Viના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન, માત્ર SIM એક્ટિવ રાખવા માટે નહીં ખર્ચવો પડે વધારે ખર્ચ!

Jio, Airtel અને Viના સસ્તા Voice Only Recharge Plans વિશે જાણો. ₹147થી શરૂ થતા પ્લાનમાં કેટલા દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને SMS મળશે?

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 07 Nov 2026 02:37 PM (IST)Updated: Sat, 07 Nov 2026 02:37 PM (IST)
jio-airtel-vi-cheapest-voice-sms-only-recharge-plans-price-validity-benefits

jio airtel vi cheapest Recharge Plan: મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરતા હોવ અથવા માત્ર કોલિંગ અને SMS માટે SIM ચાલુ રાખવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. Reliance Jio, Bharti Airtel અને Vodafone Idea (Vi) એ ગ્રાહકો માટે Data વગરના Voice અને SMS Only Recharge Plans રજૂ કર્યા છે. આ પ્લાનમાં તમારે ઇન્ટરનેટ માટે પૈસા ચૂકવવાની જરૂર નથી. એટલે કે, ઓછા ખર્ચે મોબાઇલ નંબર એક્ટિવ રાખી શકાશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના નવા નિયમો બાદ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને વધુ સસ્તા અને અલગ-અલગ વેલિડિટી ધરાવતા રિચાર્જ વિકલ્પો આપવાના છે. ખાસ કરીને એવા લોકો માટે આ પ્લાન ઉપયોગી છે, જેઓ મોબાઇલમાં ઇન્ટરનેટ કરતાં કોલિંગ અને મેસેજિંગનો વધારે ઉપયોગ કરે છે.

Reliance Jioનો ₹147નો રિચાર્જ પ્લાન

Reliance Jioનો ₹147નો પ્લાન ઓછા ખર્ચે SIM ચાલુ રાખવા માંગતા ગ્રાહકો માટે સારો વિકલ્પ છે. આ રિચાર્જમાં 22 દિવસની સર્વિસ વેલિડિટી સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને કુલ 300 SMS મળે છે. જોકે, તેમાં કોઈ ડેટા બેનિફિટ આપવામાં આવતો નથી. એટલે કે, ઇન્ટરનેટની જરૂર પડે તો અલગથી ડેટા વાઉચર રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાનનો રોજનો સરેરાશ ખર્ચ લગભગ ₹6.68 થાય છે.

Airtelનો ₹185નો રિચાર્જ પ્લાન

Airtelનો ₹185નો પ્લાન 28 દિવસની સર્વિસ વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત કુલ 300 SMS અને મફત Hello Tunesનો લાભ પણ મળે છે. આ પ્લાનમાં અલગથી મોબાઇલ ડેટા આપવામાં આવતો નથી. જરૂરિયાત મુજબ ડેટા માટે અલગ રિચાર્જ કરાવી શકાય છે. આ પ્લાનનો રોજનો ખર્ચ લગભગ ₹6.61 થાય છે.

Vodafone Idea (Vi)નો ₹185નો રિચાર્જ પ્લાન

Vodafone Idea એટલે કે Vi પણ ગ્રાહકો માટે ₹185નો Voice અને SMS Only પ્લાન આપે છે. આ રિચાર્જમાં 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને કુલ 300 SMS મળે છે. તેમાં કોઈ ડેટા બંડલ સામેલ નથી. આ પ્લાનનો રોજનો સરેરાશ ખર્ચ ₹6.61 થાય છે. જોકે, કેટલાક ટેલિકોમ સર્કલમાં આ પ્લાન પર વધારાના ડેટાની ઓફર પણ પસંદગીના ગ્રાહકોને મળી શકે છે.

Jio, Airtel અને Viના અન્ય Voice Only પ્લાન પણ જાણો

આ ત્રણ કંપનીઓએ માત્ર એક જ સસ્તો પ્લાન નહીં, પરંતુ અલગ-અલગ વેલિડિટી ધરાવતા વિકલ્પો પણ રજૂ કર્યા છે. ખાસ કરીને Jio પાસે 28 દિવસ અને 30 દિવસની વેલિડિટી ધરાવતા વધુ સસ્તા વિકલ્પો છે.

Jio: ₹177માં 28 દિવસ, ₹196માં 30 દિવસ અને ₹197માં એક કેલેન્ડર મહિનાની વેલિડિટી મળે છે. આ ઉપરાંત ₹448માં 84 દિવસ અને ₹1,748માં 336 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન પણ છે.

Airtel: ₹203માં 30 દિવસ અને ₹206માં એક કેલેન્ડર મહિનાની વેલિડિટી મળે છે. લાંબી વેલિડિટી માટે ₹469નો 84 દિવસનો પ્લાન પણ ઉપલબ્ધ છે.

Vi: ₹203માં 30 દિવસ અને ₹206માં એક કેલેન્ડર મહિનાની વેલિડિટી મળે છે. આ ઉપરાંત ₹470માં 84 દિવસનો પ્લાન પણ છે.

કોના માટે ઉપયોગી છે આ રિચાર્જ પ્લાન?

જો તમે મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી અથવા Wi-Fi દ્વારા જ ઇન્ટરનેટ ચલાવો છો તો આ પ્લાન તમારા માટે ઉપયોગી બની શકે છે. ખાસ કરીને સેકન્ડરી SIM રાખતા લોકો, વડીલો અને ફક્ત કોલિંગ માટે મોબાઇલનો ઉપયોગ કરતા ગ્રાહકો ઓછા ખર્ચે પોતાનો નંબર એક્ટિવ રાખી શકશે.

TRAIના નિયમોનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે રિચાર્જનો વિકલ્પ આપવાનો છે. Voice અને SMS Only પ્લાનમાં ડેટા બંડલ ન હોવાથી ગ્રાહકોએ ઉપયોગ ન કરતા ઇન્ટરનેટ માટે વધારાના પૈસા ચૂકવવા પડતા નથી. જોકે, Airtel અને Vi જેવા કેટલાક પ્લાનમાં ડેટા વપરાશ માટે અલગ ચાર્જ લાગી શકે છે. તેથી રિચાર્જ કરતાં પહેલાં તમારા ઓપરેટરની એપમાં પ્લાનની સંપૂર્ણ વિગતો તપાસવી જરૂરી છે.