IND vs KOR Hockey Final: રવિવારે ભારતે એશિયન મેન્સ હોકી ટાઇટલ જીત્યું. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાંચ વખતના વિજેતા કોરિયાને 4-1થી હરાવીને યજમાન દેશે ચોથી વખત ટ્રોફી જીતી છે. આ જીત સાથે, ભારતે 2026 હોકી વર્લ્ડ કપ માટે ટિકિટ મેળવી લીધી છે.
આ સાથે જ ભારતની પુરુષ ટીમે આઠ વર્ષના દુષ્કાળનો અંત લાવીને ટ્રોફી જીતી લીધી છે. આ પહેલા, ભારતે 2017માં બાંગ્લાદેશના ઢાકામાં મલેશિયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. કોરિયા સામે ત્રણ ગોલ ફીલ્ડ અને એક પેનલ્ટી કોર્નર મદદથી કરવામાં આવ્યો હતો. દિલપ્રીત સિંહ મેચનો હીરો રહ્યો. પ્લેયર ઓફ ધ મેચ દિલપ્રીતે બે ફિલ્ડ ગોલ કર્યા.
Hockey Asia Cup 2025: India beat defending champion South Korea 4-1 in the final to lift the trophy after 8 years.
— ANI (@ANI) September 7, 2025
With this win, India qualify for the FIH Hockey World Cup 2026. pic.twitter.com/gXgAn1u2Rz
કોરિયા ફક્ત એક જ ગોલ કરી શક્યું
ફાઇનલમાં ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી. સુખજીત સિંહે પહેલી જ મિનિટમાં ગોલ કર્યો. આ પછી, દિલપ્રીત સિંહે 27મી મિનિટે ગોલ કર્યો. ત્રીજા ક્વાર્ટરના અંતે, દિલપ્રીત (44મી મિનિટે) એ બીજો ગોલ કર્યો. 49મી મિનિટે, અમિત રોહિદાસે ભારત માટે ચોથો ગોલ કર્યો. દક્ષિણ કોરિયાએ ફક્ત એક જ ગોલ કર્યો. સન ડેને 50મી મિનિટે ગોલ કર્યો. આ પછી, બંને ટીમો એક પણ ગોલ કરી શકી નહીં.
ભારતે 8 વર્ષ પછી ખિતાબ જીત્યો-
વર્ષ | વિજેતા | રનરઅપ |
1982 | પાકિસ્તાન | ભારત |
1985 | પાકિસ્તાન | ભારત |
1989 | પાકિસ્તાન | ભારત |
1994 | સાઉથ કોરિયા | ભારત |
1999 | સાઉથ કોરિયા | પાકિસ્તાન |
2003 | ભારત | પાકિસ્તાન |
2007 | ભારત | સાઉથ કોરિયા |
2009 | સાઉથ કોરિયા | પાકિસ્તાન |
2013 | સાઉથ કોરિયા | ભારત |
2017 | ભારત | મલેશિયા |
2022 | સાઉથ કોરિયા | મલેશિયા |
2025 | ભારત | સાઉથ કોરિયા |