FIFA World Cup 2026 ની પ્રાઈઝ મની કેટલી? T20 વર્લ્ડ કપ સાથે સરખામણી કરશો તો ચોંકી જશે

ફિફા વર્લ્ડ કપ 2026 યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોના યજમાનીમાં યોજાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 11 Jun 2026 04:47 PM (IST)Updated: Thu, 11 Jun 2026 04:47 PM (IST)
fifa-world-cup-2026-vs-t20-world-cup-prize-money-comparison

FIFA World Cup 2026 prize money: આજે 11 જૂન, ગુરૂવારથી (ભારતીય સમય મુજબ 12 જૂન) ફિફા વર્લ્ડ કપ 2026 નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત યજમાનીમાં આ 39 દિવસ સુધી ચાલનાર ઐતિહાસિક અને ફૂટબોલના મહાકુંભ સમાન ટુર્નામેન્ટમાં ચેમ્પિયનના ખિતાબ માટે 48 ટીમો વચ્ચે 16 અલગ-અલગ મેદાનો પર કુલ 104 મેચો રમાશે.

ફિફા પ્રાઈઝ મનીમાં 50 ટકાનો વધારો

હાલમાં સૌથી વધુ ચર્ચા મેગા ઇવેન્ટ ફિફા વર્લ્ડ કપ 2026 માટેની પ્રાઈઝ મની (FIFA World Cup 2026 Prize Money) અંગે થઈ રહી છે, જેની સરખામણી T20 વર્લ્ડ કપ સાથે કરતા ચોંકાવનારા આંકડા સામે આવે છે. એક અંદાજ અનુસાર, ફિફા વર્લ્ડ કપ 2026 ની પ્રાઈઝ મની T20 વર્લ્ડ કપ 2026 ની કુલ પ્રાઈઝ મની કરતા 90 ગણી વધુ છે.

FIFA World Cup 2026 પ્રાઈઝ મની કેટલી?

ફિફા વર્લ્ડ કપ 2026 ની કુલ પ્રાઈઝ મની 655 મિલિયન અમેરિકન ડોલર એટલે કે આશરે 6241 કરોડ રૂપિયા રાખવામાં આવી છે, જે અગાઉના વર્લ્ડ કપની સરખામણીમાં 50 ટકા વધુ છે.

  • વિજેતા ટીમ: ફિફા વર્લ્ડ કપ જીતનાર ચેમ્પિયન ટીમને 50 મિલિયન ડોલર એટલે કે આશરે 476 કરોડ રૂપિયા મળશે.
  • રનર-અપ ટીમ: ફાઇનલમાં હારનારી રનર-અપ ટીમને 33 મિલિયન ડોલર એટલે કે 314 કરોડ રૂપિયા આપવામાં આવશે.
  • અન્ય સ્થાનો: ત્રીજા સ્થાને રહેનાર ટીમને 29 મિલિયન ડોલર (276 કરોડ રૂપિયા) અને ચોથા સ્થાને રહેનારને 27 મિલિયન ડોલર (257 કરોડ રૂપિયા) મળશે.

ફિફા વર્લ્ડ કપ 2026 vs T20 વર્લ્ડ કપ

ફૂટબોલ અને ક્રિકેટ વર્લ્ડ કપની પ્રાઈઝ મની વચ્ચે તફાવત અહીં સ્પષ્ટ જોવા મળે છે. T20 વર્લ્ડ કપ 2026 ની કુલ પ્રાઈઝ મની 11.25 મિલિયન ડોલર હતી, જેમાં વિજેતા ભારતીય ટીમને માત્ર 2.45 મિલિયન ડોલર મળ્યા હતા.

બીજી તરફ, ફિફા વર્લ્ડ કપમાં જો કોઈ ટીમ 48મા એટલે કે છેલ્લા સ્થાને પણ રહે છે, તો તેને 21.5 મિલિયન ડોલર એટલે કે 205 કરોડ રૂપિયા મળશે. આનો સીધો અર્થ એ થયો કે ફિફામાં સૌથી છેલ્લે આવનાર ટીમ પણ T20 વર્લ્ડ કપ જીતનાર ચેમ્પિયન ટીમ કરતા આશરે 9 ગણા વધુ પૈસા કમાશે.

કુલ 871 મિલિયન ડોલરની થશે લહાણી

ફિફા વર્લ્ડ કપમાં માત્ર પ્રાઈઝ મની જ નહીં, પરંતુ ક્વોલિફાઇ કરનાર તમામ 48 ટીમોને પ્રોત્સાહન રૂપે વધારાની રકમ પણ મળે છે. તમામ ટીમોને ક્વોલિફિકેશન માટે 10 મિલિયન ડોલર અને તૈયારી કરવા માટે 2.5 મિલિયન ડોલર અલગથી આપવામાં આવશે. આમ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ 48 ટીમો વચ્ચે કુલ મળીને 871 મિલિયન ડોલર એટલે કે આશરે 8299 કરોડ રૂપિયાની જંગી રકમ વહેંચવામાં આવશે.

ફિફા વર્લ્ડ કપ 2026 પ્રાઈઝ મની પર એક નજર

  • વિજેતા: $50 મિલિયન (476 કરોડ રૂપિયા)
  • રનરઅપ: $33 મિલિયન (314 કરોડ રૂપિયા)
  • ત્રીજું સ્થાન: $29 મિલિયન (276 કરોડ રૂપિયા)
  • ચોથું સ્થાન: $27 મિલિયન (257 કરોડ રૂપિયા)
  • 5-8 સ્થાન: $19 મિલિયન (181 કરોડ રૂપિયા)
  • 9-16 સ્થાન: $15 મિલિયન (143 કરોડ રૂપિયા)
  • 17-32 સ્થાન: $11 મિલિયન (105 કરોડ રૂપિયા)
  • 33-48 સ્થાન: $9 મિલિયન (86 કરોડ રૂપિયા)

T20 વર્લ્ડ કપ 2026 પ્રાઈઝ મની પર એક નજર

  • ભારત (વિજેતા): $2,639,423 (આશરે 24.28 કરોડ રૂપિયા)
  • ન્યૂઝીલેન્ડ (રનરઅપ): $1,422,692 (આશરે 13.08 કરોડ રૂપિયા)
  • દક્ષિણ આફ્રિકા (ત્રીજું સ્થાન): $1,005,577 (આશરે 9.24 કરોડ રૂપિયા)
  • ઇંગ્લેન્ડ (ચોથું સ્થાન): $974,423 (આશરે 8.96 કરોડ રૂપિયા)