FIFA World Cup 2026: ઇતિહાસમાં પ્રથમવાર 3 ઓપનિંગ સેરેમની, શકીરા-નોરા ફતેહી-કેટી પેરી ધૂમ મચાવશે; ક્યાં જોઈ શકાશે?

ફિફા વર્લ્ડ કપ 2026 અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 11 Jun 2026 04:10 PM (IST)Updated: Thu, 11 Jun 2026 04:10 PM (IST)
fifa-world-cup-2026-opening-ceremony-live-stream-shakira-nora-fatehi-katy-perry

FIFA World Cup 2026 Opening Ceremony: આજે 11 જૂનથી અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાન પદે ફૂટબોલના મહાકુંભ ગણાતા ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026) નો પ્રારંભ થશે. આ વખતે ફિફા દ્વારા પરંપરા તોડીને ત્રણેય યજમાન દેશમાં પ્રથમ મેચ અગાઉ ત્રણ અલગ-અલગ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ (Opening Ceremony) યોજવામાં આવશે.

મેક્સિકોમાં પ્રથમ ઓપનિંગ સેરેમની: શકીરાનો જાદુ 

ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026) ટુર્નામેન્ટનો સૌથી પહેલો મુકાબલો મેક્સિકો સિટીના ઐતિહાસિક એઝટેકા સ્ટેડિયમમાં મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચની 90 મિનિટ પહેલા મેક્સિકોમાં પ્રથમ ઓપનિંગ સેરેમની યોજાશે.

  • સમય: ભારતીય સમય અનુસાર 11 જૂને રાત્રે 11 વાગ્યાથી આ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ લાઈવ જોઈ શકાશે.
  • કલાકારો: પ્રખ્યાત ગાયિકા શકીરા અને બર્ના બોય ટુર્નામેન્ટનું ઓફિશિયલ સોંગ "Dai Dai" રજૂ કરશે. આ ઉપરાંત એલેજાન્દ્રો ફર્નાન્ડીઝ, બેલિન્ડા, જે બાલ્વિન, ડેની ઓશન, લીલા ડાઉન્સ, લોસ એન્જેલ્સ અજુલેસ, ટાઈલા અને માના જેવા કલાકારો પણ પરફોર્મ કરશે.

કેનેડામાં બીજી ઓપનિંગ સેરેમની: નોરા ફતેહીનો જલવો

બીજો ઉદ્ઘાટન સમારંભ કેનેડાના ટોરોન્ટોમાં યોજાશે, જ્યાં કેનેડાની ટીમ બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના સામે ટકરાશે.

  • સમય: ભારતીય ફૂટબોલ ચાહકો 12 જૂને રાત્રે 11 વાગ્યાથી આ ઉદ્ઘાટન સમારંભ લાઈવ જોઈ શકશે.
  • કલાકારો: આ સમારંભમાં બોલિવૂડ સ્ટાર નોરા ફતેહી પોતાનો ડાન્સિંગ જાદુ પાથરશે. તેમની સાથે માઇકલ બબલ, એલેસિયા કારા, એલેનિસ મોરિસસેટ, અને જેસી રેયેઝ જેવા પ્રખ્યાત કલાકાર મંચ ગજાવશે.

અમેરિકામાં ત્રીજી ઓપનિંગ સેરેમની: કેટી પેરીનું પરફોર્મન્સ

ત્રીજો ઉદ્ઘાટન સમારંભ અમેરિકાના લોસ એન્જલસ સ્ટેડિયમમાં યોજાશે. અહીં પ્રથમ મેચ અમેરિકા અને પેરાગ્વે વચ્ચે રમાશે.

  • સમય: 13 જૂને ભારતીય સમય મુજબ સવારે 5 વાગ્યાથી આ સમારંભ શરૂ થશે.
  • કલાકારો: ઇન્ટરનેશનલ પોપ સ્ટાર કેટી પેરી મુખ્ય કલાકાર તરીકે પરફોર્મ કરશે. તેમની સાથે રેપર ફ્યુચર, અનિતા, લિસા અને રેમા પણ શાનદાર પ્રદર્શન કરશે.

ભારતમાં ક્યાં જોઈ શકાશે લાઈવ પ્રસારણ?

ભારતના ફૂટબોલ ચાહકો માટે આ ત્રણેય ઓપનિંગ સેરેમની અને તમામ મેચોનું લાઈવ પ્રસારણ Unite8 સ્પોર્ટ્સ ચેનલ પર કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

ફિફા વર્લ્ડ કપ 2026 પર એક નજર

  • વિશાળ આયોજન: આ ઇતિહાસનો સૌથી મોટો વર્લ્ડ કપ છે, જેમાં 48 દેશોના 1,248 ખેલાડીઓ ભાગ લેશે, અને કુલ 104 મેચો રમાશે.
  • ફાઈનલ મેચ: 39 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 19 જુલાઈના રોજ ન્યૂ જર્સીમાં રમાશે.
  • નવા અને જૂના ચહેરા: 891 ખેલાડીઓ પહેલીવાર વર્લ્ડ કપ રમશે, જ્યારે 357 જુના ખેલાડીઓ ફરી મેદાનમાં ઉતરશે.
  • 17 વર્ષીય ફૂટબોલર: મેક્સિકોનો 17 વર્ષીય ગિલ્બર્ટો મોરા સૌથી યુવા અને સ્કોટલેન્ડનો ક્રેગ ગાર્ડન સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે.
  • આખી દુનિયાની નજર દિગ્ગજ ખેલાડીઓ લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાયલિયન એમ્બાપ્પે અને નેમાર પર રહેશે.