Raksha Bandhan 2025: દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધી હતી. ક્રિકેટરોથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી, બધાએ સોશિયલ મીડિયા પર રક્ષાબંધનની તસવીરો શેર કરી છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, તેમની બહેન તેમને રાખડી બાંધી રહી છે.
જનાઇએ સિરાજને રાખડી બાંધી
વીડિયોમાં જોઈ શકાય છે કે જનાઈ સિરાજના હાથ પર રાખડી બાંધી રહી છે. જનાઈએ સિરાજ સાથે મળીને આ વીડિયો શેર કર્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું કે, "હેપ્પી રાખી. આનાથી સારું કંઈ હોઈ શકે નહીં." શરૂઆતમાં, સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે સિરાજ અને જાનઈ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, બંનેએ આ ભાઈ-બહેનના સંબંધને સ્પષ્ટ કરી દીધો હતો.
ક્રિકેટ કરિયર
સિરાજે અત્યાર સુધીમાં પોતાની કારકિર્દીમાં 41 ટેસ્ટ, 44 વનડે અને 16 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 76 વનડે ઇનિંગ્સમાં સિરાજે 31.05 ની સરેરાશ અને 3.57 ની ઇકોનોમી સાથે 123 વિકેટ લીધી છે. તેણે 43 વનડે ઇનિંગ્સમાં 71 વિકેટ લીધી છે. સિરાજે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ 14 વિકેટ લીધી છે.