Asia Cup 2025 India Squad: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં, આ 12 ખેલાડીઓનું સ્થાન કન્ફર્મ!

એશિયા કપ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે, અને બંને ટીમો વચ્ચે 14 સપ્ટેમ્બરે મેચ રમાશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 18 Aug 2025 02:46 PM (IST)Updated: Mon 18 Aug 2025 02:48 PM (IST)
india-asia-cup-2025-squad-announcement-latest-updates-who-will-lead-team-indias-pace-attack-jasprit-bumrah-mohammed-siraj-arshdeep-singh-587432
HIGHLIGHTS
  • એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની ટૂંક સમયમાં થશે જાહેરાત
  • જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત 11 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત
  • ઓપનર તરીકે અભિષેક શર્મા અને ફાસ્ટ બોલર તરીકે અર્શદીપ સિંહનું સ્થાન કન્ફર્મ

India Squad For Asia Cup 2025 Announcement: એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. 9 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત 11 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવે તેનો ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે અને તે આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.

એશિયા કપ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે, અને બંને ટીમો વચ્ચે 14 સપ્ટેમ્બરે મહત્ત્વપૂર્ણ મેચ રમાશે. બીજી તરફ, પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેનાથી તેમની T20 કારકિર્દી સમાપ્ત થઈ હોવાના અહેવાલો છે.

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં આ 11 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત:

  • ઓપનર્સ: અભિષેક શર્મા, સંજુ સેમસન ( વિકેટકીપર)
  • મિડલ ઓર્ડર: શુભમન ગિલ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રિંકુ સિંહ
  • વિકેટકીપર: જીતેશ શર્મા (એકસ્ટ્રા વિકેટકીપર)
  • ઓલરાઉન્ડર્સ: હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ
  • ફાસ્ટ બોલર: જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ
  • સ્પિનર: વરુણ ચક્રવર્તી

બોલિંગ ડિપાર્ટમેન્ટમાં માટે આ બે વચ્ચે ટક્કર

ભારતીય પેસ આક્રમણની વાત કરીએ તો, જસપ્રીત બુમરાહની સાથે અર્શદીપ સિંહનું ટીમમાં સ્થાન નિશ્ચિત છે. ત્રીજા ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા વચ્ચે સ્પર્ધા જોવા મળશે. જો બુમરાહ ઉપલબ્ધ ન હોય, તો આ બંનેને ટીમમાં સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રસિદ્ધ કૃષ્ણા IPL 2025માં પર્પલ કેપ વિજેતા હતો.

એકસ્ટ્રા ઓલરાઉન્ડર

હાર્દિક પંડ્યા ઉપરાંત બીજા ઓલરાઉન્ડર તરીકે શિવમ દુબે અને નીતિશ કુમાર રેડ્ડી વચ્ચે સ્પર્ધા છે. શિવમના આંકડા વધુ સારા દેખાય છે, પરંતુ તાજેતરમાં પસંદગીકારો અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર નીતિશ પર વધુ વિશ્વાસ દર્શાવી રહ્યા છે.

ઐયર, રાહુલ, અને જયસ્વાલ વચ્ચે સ્પર્ધા

ટીમમાં વધારાના બેટ્સમેન તરીકે સ્થાન મેળવવા માટે શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અને યશસ્વી જયસ્વાલ વચ્ચે સખત સ્પર્ધા છે. કેએલ રાહુલ વિકેટકીપિંગની સાથે ઓપનિંગ પણ કરી શકે છે. શ્રેયસ ઐયર તેની આક્રમક રમત અને મોટી ટુર્નામેન્ટમાં ઉત્તમ રેકોર્ડ માટે જાણીતો છે. યશસ્વી જયસ્વાલ વિસ્ફોટક શૈલીમાં બેટિંગ કરે છે અને પહેલા બોલથી જ મોટા શોટ ફટકારવામાં માહિર છે. જોકે, ઓપનર તરીકે સંજુ સેમસન અને અભિષેક શર્માનું સ્થાન નિશ્ચિત મનાતું હોવાથી જયસ્વાલનું સ્થાન થોડું મુશ્કેલ લાગે છે.

એશિયા કપ માટે ભારતની સંભવિત ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ/પ્રસિદ્ધ કૃષ્ણા, શિવમ દુબે/નીતિશ કુમાર રેડ્ડી, શ્રેયસ ઐયર/કેએલ રાહુલ/યશસ્વી જયસ્વાલ.