IND vs NZ: ડિવૉર્સ બાદ મિસ્ટ્રી ગર્લ સાથે મેચ માણતો જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ, ફેન્સ બોલ્યા- 'કોઈ ડાન્સર ધનશ્રીને કહો, તારા કરતાં સારી મળી'

યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જોવા દુબઈ પહોંચ્યા. જ્યાં બન્નેની કેમેસ્ટ્રી જોઈ યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયામાં ફની કૉમેન્ટોનો મારો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Mar 2025 09:00 PM (IST)Updated: Sun, 09 Mar 2025 09:00 PM (IST)
yuzvendra-chahal-spot-with-mystery-rj-mahvash-in-ind-vs-nz-champions-trophy-2025-final
HIGHLIGHTS
  • RJ મહવશે ચહલ સાથે ડેટિંગની અફવાને ફગાવી

IND vs NZ, Champions Trophy 2025 Final: ગત મહિને જ ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલના તેની પત્ની ધનશ્રી સાથે ડિવોર્સ થયા હતા, જેને લઈને બન્ને જણા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. એવામાં આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ચિયર કરવા આવેલા યુઝવેન્દ્ર ચહલ પર પડી હતી. હકીકતમાં યુઝવેન્દ્ર ચહલ મિસ્ટ્રી ગર્લ સાથે મેચ માણવા આવ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી તસવીરેમાં યુઝવેન્દ્ર ચહલે બ્લેક રંગનું જેકેટ પહેર્યું છે. જ્યારે તેની સાથે બેઠેલી મિસ્ટ્રી ગર્લે સફેદ ટી-શર્ટ અને બ્લેક સન ગ્લાસ પહેર્યા છે. મેચ દરમિયાન બન્ને એકબીજાના કાનમાં કઈ ગુસપુસ કરતાં જોવા મળ્યા હતા. જે બાદ સવાલ ઉઠવા લાગ્યા હતા કે, ચહલની બાજુમાં કઈ યુવતી બેઠી છે? જો કે એવું કહેવાય છે કે, ચહલ જે મિસ્ટ્રી ગર્લ સાથે મેચ માણી રહ્યો હતો, તે બીજું કોઈ નહીં, પરંતુ RJ મહવશ છે.

ઑડિયન્સ ગેલેરીમાં ચહલ અને મિસ્ટ્રી ગર્લની મેચ માણતી તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી થતાં યુઝર્સ તરેહ-તરેહની કૉમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો તો ચહલની આ નવી પ્રેમિકા હોવાનું કહી રહ્યા છે. એક યુઝર્સે મુન્નાભાઈ MBBSના જાણીતા ગીતનો ઉલ્લેખ કરતાં કૉમેન્ટમાં લખ્યું છે કે, ફિર મોહલ્લે મેં એશ્વર્યા આઈ…બીજા યુઝર્સે લખ્યું કે, ઠુકરા કે મેરા પ્યાર મેરા ઈંન્તકામ દેખેગી…

naidunia_image

થોડા સમય અગાઉ ક્રિસમસ સેલિબ્રેશન સમયે ક્રિકેટર સાથે RJ મહવશની તસવીરો વાયરલ થઈ હતી. જે બાદ તે ખૂબ જ ચર્ચામાં આવી હતી. ધનશ્રી વર્મા સાથે તાજેતરમાં જ તલાક બાદ યુઝવેન્દ્ર ચહલનું નામ મિસ્ટ્રી ગર્લ સાથે જોડવામાં આવતું હતુ. જો કે RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની તમામ અફવાઓને ફગાવી દીધી હતી.

જણાવી દઈએ કે, 2020માં કોરોના મહામારી દરમિયાન યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે મુલાકાત થઈ હતી. જે બાદ ઓગસ્ટ 2020માં બન્નેની સગાઈ અને ડિસેમ્બરમાં બન્નેએ લગ્ન કર્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી યુઝવેન્દ્ર અને ધનશ્રી અલગ રહેતા હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા. આખરે બન્ને જણાએ આપસી સહમતીથી કોર્ટમાં છૂટાછેડા લઈ લીધા છે.

જ્યારે મહવશ એક ફેમસ રેડિયો જૉકી છે. જે ફેશન, ટ્રાવેલ અને ફિટનેસ પર વીડિયો બનાવવા માટે લોકપ્રિય છે. મહવશની પ્રાન્ક રીલ્સ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી રહે છે.