IND vs NZ: ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓની નબળી ફિલ્ડિંગનો નજારો, કિવી પ્લેયરના 4 આસાન કેચ છોડ્યા

મોહમ્મદ શમી, કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરે કેચ ડ્રોપ કર્યાં, નહીંતર કિવી ટીમ 200 રનની અંદર સમેટાઈ ગઈ હોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Mar 2025 06:59 PM (IST)Updated: Sun, 09 Mar 2025 06:59 PM (IST)
poor-fielding-of-indian-players-in-ind-vs-nz-champions-trophy-2025-final-cricket-match
HIGHLIGHTS
  • કિવી ઑપનર રચિન રવિદ્રને બે જીવતદાન મળ્યા

IND vs NZ, Champions Trophy 2025 Final: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. જો કે આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મહત્ત્વની મેચમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ ખૂબ જ નબળી જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડની ટીમની શાનદાર શરૂઆત થઈ હતી, પરંતુ રોહિત શર્માએ સ્પિનર્સને બોલ પકડાવ્યો, તે સાથે જ કિવી ટીમની રનરેટ ધીમી પડી ગઈ હતી.

જો કે આજની ટીમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિલ્ડિંગ ખૂબ જ ખરાબ રહી હતી, જેમાં તેમણે 4 સરળ કેચ પડતા મૂક્યા હતા. જો આ કેચ પકડ્યા હોત, તો ન્યૂઝીલેન્ડની ટીમ 200 રનની અંદર જ સમેટાઈ ગઈ હોત.

ટીમ ઈન્ડિયા તરફથી સૌથી પહેલો કેચ ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ છોડ્યો હતો. જે બાદ શ્રેયસ ઐય્યર, કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન શુભમન ગિલે પણ એક-એક સરળ કેચ છોડીને કિવી ખેલાડીઓને જીવતદાન આપ્યું હતુ. જે પૈકી કિવી ઑપનર રચિન રવિન્દ્રને 2 જીવતદાન મળ્યા હતા.

કિવી ઈનિંગ્સની 7મી ઑવરના ત્રીજા બોલમાં રચિન રવિન્દ્રએ સામેની તરફ શૉટ માર્યો હતો. આ સમયે ફૉલો થ્રૂમાં શમીએ કેચ પકડવા માટે પોતાના બન્ને હાથ લંબાવ્યા પણ ખરા, પરંતુ બૉલ તેની આંગળી પર વાગ્યો અને કેચ છૂટી ગયો. જેની બીજી ઑવરમાં પણ બીજા ભારતીય ખેલાડીએ કેચ છોડીને રચિન રવિન્દ્રને જીવતદાન આપ્યું હતુ.

જે બાદ 8મી ઑવરના પ્રથમ બૉલને વરૂણ ચક્રવર્તીએ ઑફ સ્ટમ્પની બહાર ફેંયો હતો. જે બોલ પર રચિને સ્લૉગ સ્વીપ લગાવ્યો. આ સમયે ડીપ મિડ વિકેટ પર ઉભા રહેલા શ્રેયસ ઐયરે કેચ પકડવા માટે કૂદકો પણ માર્યો, પરંતુ બોલ છૂટી ગયો હતો.

મેચની 35મી ઑવર અક્ષર પટેલને આપવામાં આવી હતી. આ ઑવરના 5માં બોલ પર ડેરેલ મિશેલે શૉટ માર્યો, ત્યારે મિડ વિકેટ પર ફિલ્ડિંગ ભરી રહેલા રોહિત શર્માએ ડાઈવ મારી પણ કેચ ના પકડી શક્યો. જે બાદ 36મી ઑવર રવિન્દ્ર જાડેજા નાંખી રહ્યો હતો. આ ઑવરના છેલ્લા બોલ પર ફિલિપ્સે શોટ ફટકાર્યો, ત્યારે બોલને પકડવા માટે શુભમન ગિલે પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ગિલે કેચ છોડતા રવિન્દ્ર જાડેજા પણ જોવા મળ્યો હતો.