Surat: પાલમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, મૃતકના ભાઈએ ન્યાયની માગ કરી

મહિલા 3 દિવસ પહેલા જ એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ લાગી હતી. જ્યારે તેનો પતિ બેકાર હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Mar 2025 06:25 PM (IST)Updated: Sun, 09 Mar 2025 06:25 PM (IST)
surat-news-married-woman-commit-suicide-by-torture-by-in-laws-in-pal
HIGHLIGHTS
  • ફાયર બ્રિગેડની ટીમે રૂમનો દરવાજો તોડીને જોતા મહિલા લટકતી હતી

Surat: શહેરના પાલ વિસ્તારમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતક મહિલાના પિયર પક્ષના લોકોએ સાસરી પક્ષ પર સંગીન આક્ષેપો કર્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલિગન્સ રેસિડન્સીમાં રહેતા શિલ્પાબેન વરેલિયા (30)એ પોતાના રૂમમાં પૂરાઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોએ દરવાજો ખખડાવવા છતાં ના ખોલતા, આખરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની ટીમે દરવાજો તોડીને અંદર જોતા મહિલા ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. આ મામલે મૃતકના પિયર પક્ષના લોકોને જાણ કરવામાં આવતા તેઓ પણ અંકલેશ્વરથી સુરત દોડી આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકે દક્ષેશ નામના યુવક સાથે આજથી 5 વર્ષ પહેલા જ બીજા લગ્ન કર્યા હતા. દક્ષેશ વરેલિયાના પણ આ બીજા લગ્ન હતા. જ્યારે મૃતક એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ મૃતકના ભાઈ રાહુલ પરમારે જણાવ્યું કે, મારી બહેનને સાસરીયા તરફથી માનસિક રીતે ખૂબ જ ટોર્ચર કરવામાં આવી હતી. 3 દિવસ પહેલા જ અમે મળવા ગયા હતા. જ્યાં સમાધાન થતાં એ લોકો શિલ્પાને લઈ ગયા હતા.

મારી બહેન સાથે વાત થઈ તો તેણે કહ્યું હતું કે, ઘરમાં નાની અમથી વાતમાં આ લોકો ત્રાસ આપી રહ્યા છે. તેનો પતિ કોઈ કામ ધંધો કરતો નથી. જ્યારે શિલ્પા આજથી 3 દિવસ પહેલા જ નોકરીએ લાગી હતી. અમને ન્યાય મળવો જોઈએ.